ગુજરાતના ખેડૂતોનો હલ્લાબોલ : દુષ્કાળ પણ સહન કર્યો અને પાક વીમો પણ ન મળ્યો

Share post

પ્રધાનમંત્રી નું ઘર એટલે કે ગુજરાતના ખેડૂતો પાક નિષ્ફળ જવાથી અને વીમો ન મળવાથી ખૂબ જ રોષે ભરાયા છે. ‘જબ તક દુઃખી કિસાન રહેગા, ધરતી પર તુફાન રહેગા’ આવા બેનરો સાથે રાજકોટમાં રોષે ભરાય ખેડૂતોએ જંગી રેલી કાઢી હતી. ઈચ્છામૃત્યુ અને ઉચિત વળતરની માંગ કરતા ખેડૂતોને રેલી કાઢવાની અનુમતિ તો ન મળી પરંતુ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને બહુમાળી ચોકથી ખસેડી દીધા.

ખેડૂતો ની સમસ્યા આજકાલની નથી પરંતુ ખુબ જ પહેલાની છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૩ લાખ દુષ્કાળ પીડિત ખેડૂતો ને મનાવવા માટે 23,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. 600 કરોડ રૂપિયાના વીજળી બિલ માફ કરવામાં આવ્યા. સરકારે એલાન કર્યું હતું કે 31 માર્ચ પહેલા વીમાની રકમ તેમના ખાતામાં આવી જશે પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે વીમા કંપની એ ભાજપની છત્રછાયામાં તેમને કોઈપણ જાત ની સહાય કરી નથી. ખેડૂતો પાસેથી હેક્ટરદીઠ 6800 રૂપિયા વીમા પ્રીમિયમ તરીકે ઉઘરાવવામાં આવ્યા છે અને હવે 10 થી 15 ટકા રૂપિયા જ વળતર પેટે ચૂકવવામાં આવી રહ્યા છે.

૯૬ ટકા દુષ્કાળગ્રસ્ત :-

દુષ્કાળની સમસ્યા ફક્ત રાજકોટની જ નથી પરંતુ આખા ગુજરાતમાં ૯૬ ટકા વિસ્તારમાં દુષ્કાળ પડ્યો છે.

૧૮ લાખના વીમા પેટે 1.25 લાખ રૂપિયા જ વળતર :-

ખેડૂત સંઘ ના અધ્યક્ષ એ જણાવ્યું કે ૧૮ ખેડૂતોએ વીમો કરાવ્યો હતો જેમાંથી એક 1.25 લાખ ખેડૂતોને જ વીમા રાશી મંજૂર થઈ છે. વીમા કંપનીના 2,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

રાજ્યના 36 ખેડૂતોએ માંગી ઈચ્છા મૃત્યુ :-

લોકસભા ની ચૂંટણી પૂર્વ ગુજરાતના ખેડૂતો સરકાર સાથે બે- બે હાથ કરવાના મૂડમાં હતા. ખેડૂતોનું આક્રોશ આ પરથી આંકી શકાય કે ૩૬ જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિ પાસેથી ઈચ્છામૃત્યુ ની માંગ કરી હતી. કેટલાક ખેડૂતો ઈચ્છામૃત્યુને માંગ કરવા રાજકોટમાં કલેકટર ઓફિસ એ ભેગા થયા હતા પરંતુ તેમણે કલેકટર સાથે મળવા ન દીધા અને પોલીસે તેમના પર દમન ગુજાર્યો.


Share post