રાજકોટના ટ્રસ્ટની અનોખી શોધ, પેન્સિલને વાપર્યા પછી જમીનમાં રોપશો તો ભવિષ્યમાં બનશે વટવૃક્ષ

Share post

આજે ગ્લોબલ વાર્મિંગના કારણે દેશ સહિત આખા વિશ્વમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે ગ્લોબલ વાર્મિંગના કારણે ત્રણેય ઋતુઓ અસ્તવ્યસ્ત થઇ ગઇ છે. ગ્લોબલ વાર્મિંગના કારણે વરસાદ પણ પુરતો પડતો નથી. ગ્લોબલ વાર્મિંગના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના એક ટ્રસ્ટે એક અનોખી શોધ કરી છે. સાંભળીને થોડું નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે.

રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક એવી પેન્સિલ બનાવવામાં આવી છે. કે જેની મદદથી પેન્સિલ વાપર્યા બાદ તે જમીનમાં રોપવાથી ભવિષ્યમાં વટવૃક્ષ બનશે. આ પેન્સિલના છેડે વૃક્ષના બીજ રાખવામાં આવ્યાં છે અને પેન્સિલ પૂરી થઈ ગયા બાદ જમીનમાં વાવેતર કરવામાં આવશે.

રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન પ્રમાણે, આ પેન્સિલ અમદાવાદમાં બનાવવામાં આવી છે. એક પેન્સિલ બનાવવાનો ખર્ચ 17 રૂપિયામાં થાય છે. જ્યારે જથ્થાબંધ ખરીદી કરતાં હોવાથી આ પેન્સિલ 10 રૂપિયામાં મળે છે. આ તમામ પેન્સિલ વિતરણનો કુલ ખર્ચ હાલ ફાઉન્ડેશનના મેમ્બર દ્વારા ઉઠાવવામાં આવે છે.

આ પેન્સિલનો ઉપયોગ માટે બાળકોની પસંદગી એટલા માટે કરવામાં આવી છે, કારણ કે બાળકોએ વાવેલું વૃક્ષનું તે યોગ્ય જતન કરી શકે અને વૃક્ષને જરૂરિયાત મુજબ પાણી પણ આપી શકે. દરેક લોકો આ ફ્રીમાં મળતી પેન્સિલનો ઉપયોગ વધુને વધુ કરીને વૃક્ષો વાવી પ્રદૂષણએ ઘટાડો કરે તે માટે તમામ ટ્રસ્ટો દ્વારા હાલ આવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

શું છે પેન્સિલની વિશેષતા?
આ પેન્સિલ પસ્તીમાંથી બનાવવામાં આવે છે અને તેના પર વૃક્ષના બીજ રાખવામાં આવે છે. જેથી બાળકો આ પેન્સિલનો ઉપયોગ કર્યા બાદ તેને જમીનમાં દાટી દેશે, તો તેમાંથી એક વૃક્ષનું નિર્માણ થશે. ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા બનાવેલ પેન્સિલ ફ્રીમાં બાળકોને આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ આવી પેન્સિલનું ફ્રીમાં વિતરણ કરી પર્યાવરણ બચાવવા લોકોની મદદ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post