સૌરાષ્ટ્રનો હાલ બેહાલ: ધોધમાર વરસાદના કારણે પુર આવતા અહિયાં 5 ભેંસ તણાઈ- જાણો તમામ અપડેટસ

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં મેઘરાજા પણ ખુબ મહેરબાન પણ થયાં છે. સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નવાં નીર પણ આવી ચુક્યા છે. તો વળી કોઈક જગ્યાએ ઘોડાપુર પણ આવ્યાં છે. આની સાથે જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજકોટ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પણ પાણી-પાણી થઈ ગયું છે. અતિભારે વરસાદથી ઘણાં મકાનો પણ ધરાશાયી થઈ ગયાં છે, તો ઘણી જગ્યાએ પશુઓ પાણીનાં ધસમસતા પ્રવાહમાં પણ તણાઈ ગયાં છે.

ગીર સોમનાથ પંથકમાં અતિભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂરને લીધે કુલ 5 ભેંસ પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આની સાથે જ જામજોધપુરમાં આવેલ સિદસર પાસે એક કાર પણ પાણીનાં પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. બીજી બાજુ ધોરાજીમાં અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં છે.

ગીર સોમનાથ પંથકમાં પડેલ અતિભારે વરસાદને લીધે હિરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. હિરણ નદીમાં ઘોડાપૂર આવતાં જ મંડોર ગામનાં ખેડૂતોની કુલ 5 જેટલી ભેંસ પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગીર સોમનાથ  ઉપરવાસમાં પડેલ વરસાદને લીધે હિરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.

જામજોધપુરમાં આવેલ સીદસર પાસે અતિભારે વરસાદને લીધે કોઝવેમાં કાર ફસાઈ ગઈ છે. ઉપરવાસમાં થયેલ અતિભારે વરસાદને કારણે કોઝવેમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. પાણીનો પ્રવાહ વધતાં જ કોઝવે પર પસાર થતી કાર પાણીનાં ધસમસતા પ્રવાહમાં કાર કોઝવેની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેનાંથી ગ્રામજનો કોઝવે પાસે એકઠા થઈ ગયા હતાં.

ઉપલેટા પંથકમાં વરસેલ અતિભારે વરસાદને લીધે મોજ ડેમમાં નવાં નીરની આવક પણ થઈ છે. મોજ ડેમનાં કુલ 7 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેનાંથી કુલ 15 જેટલાં ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. માખીયાળા, ગઢાળા સહિત ઘણાં ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આની સાથે જ નદીનાં પટમાં અવરજવર ન કરવાં માટેની સૂચના પણ આપી છે.

સાસણ ગીરમાં આવેલ એશિયાટીક સિંહો તથા વન્ય પ્રાણીઓની જીવાદોરી ગણાતો કમલેશ્વર એટલે કે હિરણ 1 ડેમ પણ સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. કમલેશ્વર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે. જેનાંથી નીચાણવાળા વિસ્તારોને પણ હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાસણ તથા તાલાલાનાં કમલેશ્વર નેસ, ચિત્રાવડ, ગિદીરિયા, ખીરધાર, બોરવાવ, રામણેચી, સાંગોદરા, ઘુસિયા તથા ભળછેલને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં આજે પણ સતત ચોથા દિવસે વરસાદનો માહોલ જામ્યો છે. સતત વરસાદને લીધે રોડ પર પણ પાણી ભરાઈ ગયાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આજી 2, ન્યારી 1 તેમજ ન્યારી 2 ડેમ સહિત ઘણાં જળાશયો ઓવરફ્લો પણ થઈ ગયાં છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે.

ધોરાજીમાં આજ વહેલી સવારથી જ અતિભારે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને કારણે નીચણાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. વરસાદને લીધે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમમાં પણ નવા નીરનું આગમન થયું છે. મહત્વનું તો એ છે કે ધોરાજીમાં છેલ્લા કુલ 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતાં ભાવનગરમાં આવેલ શેત્રુંજી ડેમની સપાટી પણ કુલ 32.75 ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં હાલમાં કુલ 25,110 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ડેમ પાલિતાણામાં આવેલ છે. શેત્રુંજી ડેમ કુલ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. જેનાંથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

આની સાથે જ કાળુભાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપવાસમાં આવેલ ખોડીયાર ડેમની કુલ 72 ફુટની સપાટી પહોંચી ગયો છે અને કુલ 75 ફુટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં શેત્રુંજી નદી, ગાગડીયો, નાવડીયો, વડી સહિત ગીર તથા અમરેલી જિલ્લાની ઘણી નદીઓનાં નીર આવે છે.

અતિભારે વરસાદને લીધે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવતાં જ રોડ પર પણ પાણી ફરી વળ્યું છે. ઉનામાં આવેલ માણેકપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 71.88 ટકા વરસાદ પડ્યો છે. તો આ બાજુ અમરેલી જિલ્લામાં આવેલ લાઠી પંથકમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લુવરિયા ગામની પાસેથી પસાર થટી ગાગડીયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post