હવામાન વિભાગની આગાહી વચ્ચે સવારથી રાજ્યના 47 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ- નર્મદાના 15 દરવાજા ખોલવા પડ્યા

Share post

હાલમાં ચોમાસાંમાં વરસાદને લઈને ઘણીવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં જ એને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને કારણે આજે જ સવારથી ઘણી જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

આજે સવારથી જ અત્યાર સુધીમાં કુલ 47 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં આવેલ ખંભાળિયામાં કુલ 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, જ્યારે છેલ્લા માત્ર 2 કલાકમાં જ કુલ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આની સાથે જ કચ્છમાં આવેલ માંડવીમાં પણ કુલ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં અતિભારે વરસાદને લીધે છોટાઉદેપુરમાં આવેલ સુખી ડેમનાં કુલ 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણી છોડાતાંની સાથે જ સુખી ડેમમાં પાણીની આવકમાં ઘણો વધારો થયો છે. ડેમમાંથી ભારજ નદીમાં કુલ 2,041 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ડેમનાં કુલ 2 દરવાજા કુલ 30 સેમી સુધી ખોલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુખી ડેમમાં પાણીની આવક થતાંની સાથે જ સપાટી કુલ 147.40 મીટરે પહોંચી ગઈ છે. સુખી ડેમની સપાટીમાં વધારો નોધાતાં કુલ 2 દરવાજા કુલ ૦૦.૩૦ સેમી ખોલી દેવામાં આવ્યાં છે.

સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં સવારનાં 7 વાગ્યે કુલ 2 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. રુલ લેવલ કુલ 147.23 જાળવી રાખવા માટે કુલ 2 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. દરવાજા ખોલી દેતા જ કુલ 2,041 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે.બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદને લીધે વલસાડમાં આવેલ મધુબન ડેમનાં કુલ 4 4 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.

કુલ 25,786 ક્યુસેક પાણી છોડાતાંની સાથે જ દમણગંગા બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી કુલ 21,411 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાની નદીઓમાં ફરી પાણીનાં પ્રવાહમાં ઘણો વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં ઘણો વધારો થયો છે.

ડેમની સપાટી કુલ 75.85 પર પહોંચી ગઈ છે. ડેમમાં કુલ 21,411 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમનાં કુલ 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં કુલ 3,32,188 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે સામે કુલ 15 ગેટમાંથી કુલ 3,09,532 ક્યુસેક પાણી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.

હાલમાં નર્મદા ડેમની જળ સપાટી કુલ 131.25 મીટર પર પહોંચી ગઈ છે, જ્યારે પાણી છોડતાંની સાથે જ નદી કાંઠાનાં ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી કુલ 3 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે એ બાબતની માહિતી કાંઠાનાં ગામોને કરવામાં આવી હતી.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાંની સાથે જ વીજમથક ઘણું ધમધમતું થયું છે.

કુલ 1,200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસનાં કુલ 5 યુનિટની શરૂઆત કરી દેવામાં આવ્યા હતાં. જેને કારણે કુલ 5 કરોડનું વીજ ઉપકદન પણ થઈ રહ્યું છે. વીજ મથકો ચાલતાં નર્મદા નદીમાં કુલ 40,136 ક્યુસેક પાણી ઠલવાતાં જ નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી કુલ 131.25 મીટરે પહોંચી ગઈ છે.

પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમનાં કુલ 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રિવર બેડ પાવર કુલ 5 યુનિટ ચાલતાં કુલ 35,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાય છે.નર્મદા જિલ્લામાં  3 તાલુકાનાં કુલ 21 ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ડેમનાં દરવાજા ખોલ્યાં બાદ ડેમને કુલ 138.68 મીટર સુધી ભરી શકાય છે.

ઓમકારેશ્વર ડેમમાંથી કુલ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે હાલમાં કુલ 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. લાઈવ સ્ટોરેજ ક્ષમતા કુલ 3,509 મિલિયન ક્યુબીક મીટરની રહેલી છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે રાજ્યમાં 29-30 ઓગસ્ટે અતિભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

જેમાં 29 ઓગસ્ટનાં રોજ ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. જ્યારે 30 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદ આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post