અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાતાં સર્જાયો જળબંબાકાર – પરિસ્થિતિ બેકાબુ બનતાં મોતનો આંકડો અધધધ… આટલાંને પાર

Share post

રાજ્યમાં તેમજ સમગ્ર દેશભરમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક બાજુ કોરોના તથા બીજી બાજુ અતિભારે વરસાદ એમ બન્ને બાજુથી દેશનો ખેડૂત ઘેરાઈ ગયો છે. આની સાથે જ વરસાદને કારણે મકાન અથવા તો દીવાલ ધરાશાયી થઈ જવાથી કેટલાક લોકોના મોત નિપજ્યા છે.

હાલમાં પણ દેશના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અતિભારે વરસાદને લઈ એક સમાચાર સામે આવી રહ્યા છે. હૈદરાબાદ પછી હવે મહારાષ્ટ્રમાં આવેલ મુંબઈ તથા પુના સહિત કેટલાંક વિસ્તારોમાં બુધવારની રાત્રીથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.  પુનાનાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. અહીં ઘર, રસ્તાઓ, ગલીઓમાં ઘૂંટણથી વધારે પાણી ભરાઈ ગયું છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત ઉત્તરી કોંકણના કેટલાંક વિસ્તારોમાં ગુરુવારથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજી બાજુ તેલંગાણામાં મંગળવાર તથા બુધવાર એમ કુલ 2 દિવસ આવેલ અતિભારે વરસાદને લીધે ખરાબ થયેલ સ્થિતિના કારણે મૃત્યુ પામનારનો આંકડો કુલ 30 ને પાર થઈ ગયો છે. મુંબઈમાં આવેલ લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લીધે ચાલીને જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

મુખ્ય સમાચાર :
નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ એટલે કે, NDRF ની કુલ 2 રેસ્ક્યૂ ટીમને કર્ણાટક તથા કુલ ૩ ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલ ટીમને સોલાપુર, પુનાના ઈન્દરપુર તથા લાતૂર વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવેલ છે.

કર્ણાટક નીરાવરી નિગમ લિમિટેડના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને લીધે સોન્ના બેરેજમાંથી કુલ 2,23,000 ક્યૂસેક પાણી અફજલપુર, કલબુરગી જિલ્લામાં વહેતી ભીમા નદીમાં છોડી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 12 કલાકમાં કુલ 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનીસંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…