વરસાદે તોડ્યો 44 વર્ષનો રેકોર્ડ: અહિયાં ભારે વરસાદને કારણે સર્જાણી પૂરની સ્થિતિ

Share post

હાલમાં સમગ્ર દેશમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ દેશના દરેક રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રાજ્યમાં વરસાદને લગતી ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પૂરની સિૃથતિ ગંભીર બનેલી છે. ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે 16 જિલ્લાના 792 ગામોને અસર થઇ છે. મધ્ય પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ 6 બાળકોના મોત થયા છે. ઓડિશામાં હિરાકુંડ ડેમના 64 પૈકી 44 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. છત્તીસગઢમાં ભારે વરસાદ પડતા આ પાણી ઓડિશામાં આવતા રાજ્યમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

44 વર્ષનો સૌથી વધુ વરસાદ
ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં દેશમાં છેલ્લા 44 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારથી અતિ ભારે  વરસાદ પડવાની ચેતવણી આપી છે.

સરદાર સરોવર ડેમનાં 23 દરવાજા ખોલવામાં આવ્યા
હાલમાં ગુજરાતમાં પણ ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે સરદાર સરોવર ડેમનાં 23 દરવાજા ખોલવામાં આવતાં નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવામાં આજે ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાને કારણે અમદાવાદમાં ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકામાં વરસાદ: ગુજરાત
હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં નોંધાયો હતો. અબડાસામાં આઠ ઈંચ કરતા વધુ અને મુન્દ્રામાં પોણા આઠ ઈંચ વરસાદ થયો છે. સુરતના કામરેજમાં 5 ઈંચ, નવસારીના ગણવેદી અને સુરતના પલસાણામાં પણ પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ તો 38 તાલુકામાં 3 ઈંચ અને 50 તાલુકામાં 2 ઈંચ તથા 94 તાલુકામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં લોધાવડ ચોકમાં કાર ડૂબે તેટલું પાણી ભરાયું

29 અને 30 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
અત્રે ઉલેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં 29 ઓગસ્ટના રોજ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post