સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ- સરકારે જાહેર કર્યું એલર્ટ

Share post

ગુજરાતમાં વરસાદે સારી એવી એન્ટ્રી લઇ લીધી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ચોમાસું પહેલા લોકોને લાગતું હતું કે આ વર્ષે ખાસ એવો વરસાદ આવશે નહિ પણ મેઘરાજાએ બધાને ખોટા ઠેરવી ગુજરાતના ઘણા વિસ્તારોને પાણી-પાણી કરી દીધા છે. ઘણા ખેડૂતો સૌરાષ્ટ્ર સહીત ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાથી ખુશ છે અને પોતાની ખેતીને આગળ વધારી છે.

ગુજરાતમાં સારા વરસાદ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, સાથે-સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં નવસારી જીલ્લાના જલાલપોર અને નવસારીમાં 10-10 મિમિ વરસાદ પડ્યો હતો. વલસાડ જીલ્લાના વાપી અને વલસાડમાં પણ 8-8 મિમિ તથા નવસારીના ગણદેવીમાં 7 મિમિ વરસાદ નોંધાઈ ચુક્યો છે. અને સાથે-સાથે હવામાન વિશેષજ્ઞની આગાહી અનુસાર આવતીકાલે અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,સોમનાથ, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર ખેડૂતોને વરસાદના આગમનથી ઘણો ફાયદો પણ થશે. પરંતુ ધોધમાર વરસાદ ખેડૂતોના પાકને નુકશાન પણ કરી શકે છે.

સૌરાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અહિયાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

કોરોનાનું નવું હોટ સ્પોટ ગણાતા સુરત શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત જીલ્લમાં 4 ઈંચ, નવસારી અને ચોર્યાસીમાં 3-3 ઈંચ, જ્યારે બોટાદ, વલસાડ, સુરતના પાલસણા, પારડી અને ખેડાના કપડવંજમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અને આવનારા દિવસોમાં સારો વરસાદ આવવાની સંભાવના પણ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post