ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનો ભારે આતંક- કાર, ગાડી અને ભેંસ સાથે યુવક પણ પાણીમાં તણાયો

Share post

હાલમાં સમગ્ર દેશમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં પણ ભારે-વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 250 તાલુકમાં 1 થી 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 60 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ વરસાદ 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ સુધી ખોલીને 4.38 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

સમગ્ર જામનગર જિલ્લામાં 3.5 થી લઈને 9.5 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો છે. સૌથી વધુ વરસાદ ગીરના જંગલ વિસ્તારમાં 9 ઇંચ નોંધાયો છે. સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જંગલમાંથી નકળતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવતાં કિનારા પરના ગામડાઓમાં પાણી ઘુસી ગયાં છે. નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતાં 52 ગામો અલર્ટ કરાયાં છે. કડાણા ડેમમાંથી પણ 4.27 લાખ ક્યૂસેક પાણી છોડાતાં મહી નદી છલોછલ વહી રહી છે. સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડમાં પણ આખો દિવસ વરસાદ પડ્યો હતો.

ગીરગઢડાના રૂપેણ નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસ સાથે યુવાન તણાયો.

આજ રોજ ભારે વરસાદના કારણે કાર, ગાડી અને ભેંસ સાથે યુવક પણ પાણીમાં તણાયા છે. તેના ફોટાઓ હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. હાલ રાજ્યના મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો અતિવૃષ્ટીની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આજે પણ સૌરાષ્ટ્રના રાજકોટથી લઈ વંથલી અને ગીર ગઢડામાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટ તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ઢાઢણી ગામે 2 વ્યક્તિ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા છે. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે જ્યારે જેન્તી સામાભાઈ રાઠોડ નામની બીજી વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

રાજકોટના મવડી બાપા સિતારામ ચોક પાસે એક કાર પાણીમાં તણાઈ

ભારે વરસાદના કારણે ભરૂચમાં આવેલ ગોલ્ડન બ્રીજ 22 ફૂટની સપાટી પાર કરી ગયો છે. નર્મદા નદીમાં પણ 8 લાખ ક્યૂસેક પાણી સરદાર સરોવરમાંથી ઠલવાતા નર્મદા મૈયા બે કાંઠે વહી રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રીજની આસપાસ તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી 2,000 લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.

ગોંડલ પાસે નદીમાં 32 ફસાયા, તમામનું રેસ્ક્યૂ કરાયું.

ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી:
31 ઓગસ્ટ સોમવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાજીના રસ્તા પર પાણીના પ્રવાહમાં વાહનો ફસાયાં, માંડ બહાર કાઢ્યાં.

1 સપ્ટેમ્બરને મંગળવારના રોજ  બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, જામનગર, જૂનાગઠ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક કરતાં વધી 29.15 ફૂટે પહોંચી

હવામાન વિભાગની આગાહી છે કે, 2 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યું

આજ રોજ હવામાન વિભાગે બહાર પાડેલ આંકડાઓ અનુસાર, સૌથી વધુ વરસાદ ગીરના જંગલમાં 9 ઇંચ પડ્યો છે. સુત્રાપાડા તાલુકામાં છ કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા અનેક ગામ બેટમાં ફેરવાઇ ગયા છે. લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. આ ઉપરાંત વિસાવદર તાલુકામાં 6, વંથલી,મેંદરડામાં 5 અને ઊના, તાલાલા, ગીર-ગઢડા, કેશોદ, બાબરામાં 4-4 ઇંચ વરસાદ થયો છે. જયારે અમરેલી, બગસરામાં 2, જાફરાબાદ, લીલીયામાં 2.5, વડીયા, કુંડલા, ખાંભામાં 1.5 ઇંચ વરસાદ થયો છે.

ખેતરોમાં પાણી ભરાયા

ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલ જામનગર શહેરમાં 8 અને કલ્યાણપુર તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે ભાણવડમાં 4.25, લાલપુરમાં 4, ખંભાળિયામાં 3,કાલાવડ અને દ્વારકામાં 2.75, જોડિયા, જામજોઘપુરમાં 2, ધ્રોલ તાલુકામાં 1.25 ઇંચ પાણી વરસ્યું હતું. મોરબીમાં અનરાધાર 5.5 ઇંચ ગોડલમાં 5 અને માળિયા મિયાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાપરમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં ઉમરાળામાં 3.25 ઇંચ અને વલભીપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

નર્મદેશ્વર મહાદેવ મંદિર તૂટી પડ્યું

NDRFની ટીમે સામે પાર બેટમાં ફસાયેલા 200 પૈકી 50 લોકોનું રેસ્ક્યુ કરીને પશુઓ સાથે ઘેટા બકરા ભેંસ સહિત બોટ મારફતે સુરક્ષિત ગામના તવરા ગામ પર સુરક્ષિત રીતે લવાયા હતા.જયારે અન્ય લોકોએ પોતાના પશુઓને લઈને સુરક્ષિત સ્થાન ઉપર ખસી ગયા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post