સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: આ વિસ્તારોમાં મેઘાની વિસ્ફોટક બેટિંગથી ચારેતરફ પાણી-પાણી, જુઓ ભયંકર તસ્વીરો

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હોય એવું દેખાય રહ્યું છે. મુંબઈમાં સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું છે. તો રાજ્યમાં પણ ઘણી જગ્યાએ અતિભારે વરસાદ પડી ચુક્યો છે. એવામાં હાલમાં સમાચાર સામે આવી રહ્યાં છે, કે રાજકોટમાં પણ મેઘ વરસ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ કર્યાં પછી આજે પણ વરસાદ શરૂ જ છે.

ગિરનાર પર્વત પર કુલ 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારનાં પગથિયા પર પાણી દોડવાં લાગ્યા હતાં. તો, બીજી બાજુ ગઢડામાં  ઘેલો નદીમાં પૂર આવતાં જ જસદણ તેમજ રાજકોટ તરફ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે ઘણાં મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. જૂનાગઢમાં વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય એવાં પણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

જૂનાગઢમાં પણ ગિરનાર પર્વત પર ગઈકાલે કુલ 6 ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે ગિરનારનાં પગથિયા પર પણ પાણી વ્હેવા લાગ્યું હતું. સોનરખમાં પણ ઘોડાપૂર આવ્યું જોવાં મળ્યું હતું. દામોદર કુંડને કાંઠે આવેલ પીપળાનાં ઓટા સુધી પાણી આવી ગયું હતું. કાળવો નદી પણ બે કાંઠે વહી રહી હતો.

રાત્રીમાં પણ ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. ગિરનારનાં જંગલમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો. જેને લઇને ભેંસાણ તાલુકામાં આવેલ ચણાકાથી ગુજરીયાની વચ્ચે પાણીમાં એક વ્યક્તિ પણ ફસાઈ ગયો હતો. આ બાબતે ફાયરની ટીમને જાણ કરતાં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પણ ગઇ હતી તેમજ યુવાનને પણ બહાર કાઢ્યો હતો.

ગઢડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુલ 6-8 ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો છે. ગઢડામાં આવેલ ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિત ઘણાં ગામડામાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેનાંથી ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો પણ છલકાઇ ગયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અતિભારે વરસાદને કારણે ગઢડાની ઘેલો નદીમાં પણ પૂર આવ્યુ હતું.

જેનાંથી ગઢડાથી જસદણ, રાજકોટ તરફ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો, બીજી બાજુ ઈતરીયામાં પણ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને કારણે નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યાં હતાં.

મહત્વની વાત તો એ છે, કે જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં પણ સોમવારની રાત્રીથી વરસાદની આવવાની શરૂઆત થઈ છે. સોમવાર તેમજ મંગળવારે તો ગીર-સોમનાથ જિલ્લામાં કુલ 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં ઘણાં રસ્તાઓ બંધ પણ થઇ ગયા હતાં.

બુધવારનાં રોજ બન્ને જિલ્લામાં મેઘ મહેર આવી જ રીતે યથાવત્ રહી હતી. જૂનાગઢ તેમજ ગીર-સોમનાથ જિલ્લામાં બુધવારની રાત્રીથી લઇને ગુરૂવાર સુધીમાં તો અપરંપાર વરસાદ પડ્યો હતો. બન્ને જિલ્લામાં તો સર્વત્ર જગ્યાએ વરસાદ પડી ગયો હતો.

જૂનાગઢ જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. જેમાંથી કેશોદમાં કુલ 2 બે ઇંચ, જૂનાગઢમાં કુલ 4 ઇંચ, ભેંસાણમાં કુલ 1 ઇંચ, મેંદરડામાં કુલ 1 ઇંચ, માંગરોળમાં કુલ 2 ઇંચ, માણાવદરમાં કુલ 1 ઇંચ, માળિયામાં અડધો ઇંચ, વંથલીમાં કુલ 2 ઇંચ, વિસાવદરમાં કુલ 4 ઇંચ વરસાદ નોધાયો હતો. જૂનાગઢ શહેરમાં પણ સાંજનાં 7 વાગ્યે ફરીવાર મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં તો ખુબ જ અતિભારે વરસાદ પડ્યો હતો.

શહેરનાં ઘણાં વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાં હતાં.જૂનાગઢમાં આવેલ વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી વરસાદ શરૂ જ રહ્યો હતો. માત્ર 4 જ કલાકમાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.રાજકોટમાં આવેલ આજી નદીમાં પણ રાત્રે ઘોડાપૂર આવતા જ રામનાથ મંદિર પાણીમાં જ ગરકાવ થઈ ગયું છે. જેનાંથી મેયર બીનાબેન આચાર્યએ સ્થળની મુલાકાત કરીને નિરીક્ષણ પણ કર્યુ હતું. આજી ડેમમાં પૂર આવતાં નદી કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચુક્યા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવનજરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post