દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ- 12 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં નોંધાયો

Share post

હાલમાં ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર રાજ્યમાં થોડાં દિવસથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદને લીધે તમામ નદીઓમાં નવાં નીર પણ આવ્યાં છે. તો ઘણી જગ્યાએ ઘોડાપુર પણ આવ્યાં છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીની વચ્ચે છેલ્લા માત્ર 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તમામ કુલ 32 તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે સુરત જિલ્લામાં આવેલ ઉમરપાડામાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલીમાં પણ કુલ 5 ઈંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા માત્ર 24 કલાકમાં જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 32 તાલુકામાં અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બારડોલીમાં કુલ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આની સાથે સુરત, કામરેજ, સોનગઢ, ડોલવણમાં પણ કુલ 4 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે તથા કુલ 5 જેટલાં તાલુકામાં કુલ 3 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે બધી જ નદીઓ બે કાંઠે વહેતી પણ થઈ છે. જ્યારે ઘણાં ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે, તો ઘણાં ડેમ ઓવરફ્લો થવાંની નજીક છે. દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ તાપી જિલ્લામાં કેટલાંક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી રસ્તા બંધ પડયા છે.

રાજસ્થાનની ઉપર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય પણ થઇ છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર એરિયા બનતાં રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ પણ બની છે. જેથી ઉત્તર ગુજરાતની સાથે જ ગુજરાતમાં ઘણાં સ્થળોએ અંતિમ કુલ 2 દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઘણાં સ્થળોએ તો અતિભારે વરસાદ પણ થઇ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં નોધાયેલ છેલ્લાં 24 કલાકનો વરસાદ :

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…