ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ધોધમાર વરસાદ, એકસાથે હજારો ક્યુસેક પાણીનો વધારો

Share post

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદનું આગમન થતા જ ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ઉકાઈ ડેમમાં ગત રોજથી પાણીનો ઈન્ફ્લો નોંધાતા જ 6,600 ક્યુસેક પાણીનો ઈનફ્લો રાખવો પડ્યો હતો.હાલમાં ઉકાઈ ડેમમાં 33,218 ક્યુસેક પાણીનો ઈન્ફ્લો છે.જ્યારે 650 ક્યુસેક પાણીનો આઉટફ્લો કરવામાં આવ્યો છે.

આની સાથે ઉકાઈ ડેમની હાલની કુલ સપાટી 317.89 ફૂટ થઈ છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલ 21 રેઇનગેજ સ્ટેશનોમાંથી આવેલાં 24 કલાકમાં સાવખેડામાં 1.5 ઇંચ, ગીરનામાં અડધો ઇંચ સહિત 7 સ્ટેશનોમાં છુટો-છવાયો વરસાદ પડ્યો હતો.

આની સાથે જ ઉપરવાસના હથનુર ડેમના પણ દરવાજા ખોલીને તેમાંથી 3,500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.આ પાણી પ્રકાશા ડેમમાં થઇને ઉકાઇ ડેમમાં આવતા ગત રોજથી ઉકાઇ ડેમમાં 3,000 ક્યુસેકથી પાણીની આવકની શરૂઆત થયા બાદ ધીરે-ધીરે વધીને કુલ 33,218 ક્યુસેક નોંધાવવામાં આવી છે.

ઉકાઇ ડેમમાં હાલ કુલ 33,218 કયુસેક ઇનફલો અને 650 ક્યુસેક આઉટફલો નોંધવામાં આવ્યો છે.ઉકાઇ ડેમની કુલ સપાટી 317.89 ફૂટ નોંધાઈ છે.જયારે ઉકાઇ ડેમમાં પાણીની આવકની શરૂઆત થતા જ સતાધીશો ચેતી ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post