Mon. Aug 3rd, 2020

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં નોંધાયો આટલો વરસાદ- એક ક્લિક કરી જુઓ આખું લીસ્ટ

Share post

બપોરના 2 સુધી રાજ્યના 133 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોરબીના ટંકારા અને વાંકાનેરમાં ધોધમાર

રાજ્યના ઘણાખરા વિસ્તારોમાં સતત 2 દિવસથી મેઘ મહેર થતી જોવા મળી રહી છે. આજે બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 8 તાલુકામાં કુલ 2 ઇંચથી વધુ, 25 તાલુકામાં કુલ 1-2 ઇંચ સુધીનો વરસાદ નોધાયો છે. સૌથી વધારે વરસાદ મોરબી જિલ્લાના ટંકારામાં કુલ 2.6 ઇંચ, વાંકાનેરમાં કુલ 2.4 ઇંચ અને જામનગરના કાલાવડમાં કુલ 2.3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મુકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ

કોડીનાર- 6 ઇંચ

લખતર 3.5 ઇંચ

જાફરાબાદ- 3.5 ઇંચ

વડિયા- પોણા 3 ઇંચ

વ્યારા- 2.5 ઇંચ

બાબરા- 2.5 ઇંચ

તાલાલા- 2.5 ઇંચ

ડભોઈ- 2.5 ઇંચ

બાવળા- 2.5 ઇંચ

ડેડિયાપાડા- સવા 2 ઇંચ

વાંકાનેર- સવા 2 ઇંચ

દસાડા- 2 ઇંચ

વાલિયા- 2 ઇંચ

ઉમરપાડા- 2 ઇંચ

ખાંભા- 2 ઇંચ

નેત્રંગ- 1.5 ઇંચ

ડાંગ- 1.5 ઇંચ

વઢવાણ- 1.5 ઇંચ

સુબિર- 1 ઇંચ

ટંકારા- 1 ઇંચ

બપોરના 2 વાગ્યા સુધીનો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. જેમાંથી જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી,  સુરેન્દ્રનગર,  કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લા સહિતમાં વરસાદ પડ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post