મેઘરાજા વિદાય પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે, હવામાન વિભાગની ફરીએકવાર મોટી આગાહી
રાજ્યમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી કુલ 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના હવામાનમાં અચાનક જ બદલાવ જોવા મળી રહ્યો છે. બપોર પછીથી જ શહેરમાં એકદમ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો શહેરનાં ઘણાં કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે.
શહેરનાં અમુક વિસ્તારમાં પવન સાથે વરસાદ આવી રહ્યો છે. શહેરમાં આવેલ ગોતા, સોલા તથા ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો ચાંદલોડિયા, વિજય ચાર રસ્તાની પાસે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી કુલ 5 દિવસમાં સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 134% વરસાદ પડી ચૂક્યો છે.
પંજાબ તથા રાજસ્થાન બાજુથી ચોમાસું પૂર્ણતા બાજુ છે.અહી નોંધનિય છે કે, કચ્છમાં આ સિઝનમાં અતિભારે વરસાદ પડી ચૂક્યો છે. આ ચોમાસામાં કચ્છમાં પડેલ અનરાધાર વરસાદને કારણે કેટલાય વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. કચ્છમાં પડેલ અનરાધાર વરસાદને કારણે ત્યાંનું જનજીવન પણ ખોરવાઈ ગયું હતું.આ વર્ષે રાજ્યમાં ચોમાસુ થોડો લાંબો સમય ચાલ્યુ છે.
સીઝનનો કુલ 134% વરસાદ પડતાં રાજ્યનાં તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઇ ગયા છે. નિષ્ણાંતોનું જણાવવું છે કે, આગામી ચોમાસા સુધી રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાશે નહી તેમજ ખેડૂતોને વાવણી માટે પાણી મળી રહેશે. જો કે, આ વર્ષે રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને લીધે ખેડૂતોનાં પાકને પણ ખુબ નુક્સાન થયું છે. જેને લીધે આ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…