રાજ્યભરમાં મેઘ મહેર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Share post

આખાં રાજ્યમાં મેઘરાજાની કૃપાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યનાં જુદાં-જુદાં વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના રાજ્યનાં ઘણાં જિલ્લાઓમાં મધ્યમથી લઇને ભારે વરસાદ થયો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું, કે અમદાવાદમાં આજે અને આવતીકાલે સામાન્યથી લઇને ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સાથે-સાથે હવામાન વિભાગ દ્વારા દાદર-નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ સહિતનાં ઘણાં જીલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.ત્યારે સુરતની વાત કરીએ તો શહેર સહિતનાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો છે. મજુરા, અઠવાગેટ, રાંદેર વિસ્તારમાં વરસાદ થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણાં શહેરી વિસ્તારોમાં પણ વરસાદ થતાની સાથે જ વાતવરણમાં ઠડક પ્રસરી ગઈ છે. જેના લીધે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે.આ ઉપરાંત, રાજકોટની વાત કરીએ તો જિલ્લામાં સાર્વત્રિક જગ્યાએ વરસાદ નોંધાયો છે. રાજકોટ જીલ્લામાં ગોંડલ, જામ કંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, ધોરાજી, જેતપુર સહિતનાં વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધારે જામ કંડોરણામાં 2.5 ઈંચ સુધીનો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે.

આની સિવાય સુરેન્દ્રનગરની વાત કરીએ તો લિંબડી, ચુડા, ચાચકા, ભેંસજાળ, છતરીયાળા, ભૃગૃપર, વેજલકા, કરમડ, છલાળા તથા સાયલા તાલુકાના ધાંધલપુર, ધજાળા, સુદામડા અને થોરીયાળી જેવા ગામોમાં પણ વરસાદ થતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહો છે. આ સિવાય રાજકોટ જીલ્લાના ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમરેલીમાં પણ વાતાવરણમાં બદલાવ થતા ખાંભા અને બગસરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાતા જ ‘જગતનો તાત’ એટલે કે ખેડૂતોમાં આનદ જોવાં મળી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post