અંબાલાલ પટેલની આગાહી: આ તારીખે ગુજરાતમાં થશે ધોધમાર વરસાદ

Share post

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદના ગઢડામાં અને સુરેન્દ્રનગરના લીમડી અને ચુડા માં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલીના લીલીયામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં 13 મિમિ વરસાદ, ભરૂચના હાંસોટમાં 19 મિમિ વરસાદ, ડાંગના સુબિરમાં 4 મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા, વાપી, ગાંધીનગરના કલોલ, અમદાવાદના ધોળકા, ભરૂચના અંકલેશ્વર, તાપીના કુકરમૂડા, ભાવનગરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 29 થી 30 જૂને વરસાદ આવશે

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 29 થી 1 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 29 અને 30 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 29 અને 30 જૂને એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ

29 જુનના રોજ એટલે કે, આવતીકાલે નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

30 જૂનના રોજ વલસાડ, નવસારી, ભાવનગર, દિવ, દાદરાનગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, મહીસાગર અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 જુલાઇના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હળવાથી મધ્યમ જ્યારે વલસાડ,નવસારી,દમણ,ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post