fbpx
Thu. Sep 19th, 2019

સમગ્ર ભાવનગર માં વરસાદ : વલભીપુરમાં ધોધમાર બે ઈંચ, ઘોઘામાં સવા અને મહુવામાં એક ઈંચ

ભાદરવા માસમાં જાણે અષાઢી મેઘસવારી વરસી રહી હોય તેમ આજે સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ઝરમર ઝાપટાંથી લઈ અનરાધાર અને ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. ભાવનગરમાં મોડી રાત્રે અવિરત પાણી વરસાવ્યા બાદ સાંજ સુધી પોરો ખાઈ મેઘરાજા ફરી પધાર્યા હતા અને મોડી રાત્રિ સુધી અનરાધાર પાણી વરસાવવાનું શરૂ રાખ્યું હતું.

ભાવનગરમાં ગત રાત્રિના ૨-૩૦ વાગ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે વહેલી સવાર સુધી અનરાધાર શરૂ રહ્યા બાદ આજે મંગળવારે સાંજ સુધી મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. ત્યારબાદ સાંજના ૫-૪૫ કલાકે આકાશમાં પડાવ નાંખીને બેઠેલા કાળા ડિબાંગ વાદળોએ એકધારે વરસવાનું શરૂ કર્યું હતું. અનરાધાર શરૂ થયેલી મેઘકૃપા રાત્રિના ૯ વાગ્યા બાદ પણ શરૂ રહી હતી. રાત્રે પણ જોરદાર વરસાદ શરૂ રહેવાના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

મેઘકૃપા જાણે આફત બનીને વરસી હોય તેમ કેટલાક ઘરોમાં તો વરસાદી પાણી ઘૂસી જતાં રાતવાસો ક્યાં કરવો તેનો પ્રશ્ન ઉભો થયો હતો. રોડ-રસ્તાઓમાં પાણી ભરાતા કેટલાક વાહનચાલકો ખાડામાં ખૂંપી ગયાના બનાવો બન્યા હતા. ગણેશ વિસર્જનમાં પણ વરસાદનું વિઘ્ન રહ્યું હતું. તો તાજિયા જુલૂસમાં વરસાદે બાધા ઉભી કરી હતી. રાત સુધીમાં ભાવનગરમાં બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હોવાનું મનાઈ રહ્યું છે.

વલભીપુરમાં પણ મેઘરાજા આજે ધોધમાર વરસવાના મૂડમાં હોય તેમ મૂશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. રાત્રિના આઠ વાગ્યા સુધીમાં વલભીપુરમાં બે ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે ખેતરોમાંથી પાણી ફરી વળ્યા હતા. જિલ્લાના ઘોઘામાં સવા ઈંચ, મહુવામાં એક ઈંચ, પાલિતાણા, ઉમરાળા, ગારિયાધારમાં અડધોથી વધુ, જેસરમાં અડધો, સિહોરમાં ઝાપટાં અને તળાજામાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…