આજે અને આવતીકાલે ગુજરાતના આ 17 જિલ્લાઓમાં છે વરસાદની ભારે આગાહી, કેટલાય ખેડૂતોની બગડશે દિવાળી

Share post

શિયાળા ઋતુનાં આગમન તેમજ ચોમાસા ઋતુની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તે સમયે ગુજરાત રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની સાથે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, ‘પૂર્વમધ્ય તેમજ તેને સંલગ્ન ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક થી ૧૮ KM પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બાજુ આગળ ધપી રહ્યું છે. શનિવારઆ રોજ સાંજ સુધીમાં તે દક્ષિણપશ્ચિમ વેરાવળથી ૪૨૦ KMનાં અંતરે હતું. તે આવનાર ૪૮ કલાકમાં હાલ પશ્ચિમ બાજુ આગળ ધપીને એ પછી નબળું પડવા લાગે તેની સંભાવના છે. આ સ્થિતિને પગલે રવિવારનાં રોજ ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જુનાગઢ- પોરબંદર- રાજકોટ- બોટાદ- દીવ- કચ્છ- આણંદ- દાહોદ – અમદાવાદ- ખેડા- વડોદરા- નવસારી- સુરત- ભરૂચ શહેરોમાં ગાજવીજ સાથે મધ્યમ માત્રામાં જ્યારે દ્વારકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદનાં લીધે ખેડૂતોની દિવાળી બગાડશે…
સોમવારનાં રોજ ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-જુનાગઢ-દ્વારકા-પોરબંદર-રાજકોટ-બોટાદ-કચ્છ-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી જેવા જીલ્લામાં ૪૦ KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની તેમજ વરસાદ પડે તેવી સંભાવના છે. ‘વરસાદનાં વધારે એક રાઉન્ડથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા છે. આમાં અમદાવાદ શહેરમાં આજ રોજનું સરેરાશ મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

પશ્વિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેસરને લીધે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ થવાની હવામાન ખાતાએ કરેલી આગાહી પછી શુક્રવારનાં રોજ રાતે જિલ્લાનાં હિંમતનગર, ઈડર તેમજ પ્રાંતિજ પંથકમાં થયેલા સાધારણ વરસાદને લીધે ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ ગયા હતા. આમાં શનિવારનાં રોજ પણ જિલ્લાનાં ઘણા ઠેકાણે આકાશ વાદળછાયુ રહેતા વાતાવરણમાં બાફ તેમજ ઉકળાટનું પ્રમાણ વધારે અનુભવાયુ હતું. અરવલ્લી જિલ્લાનાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસેલાં હળવા વરસાદી ઝપટા પડયા હતા. જોકે મોટાભાગનાં ખરીફ પાકો લેવાઈ ગયા છે.

આસો માસમાં દર વર્ષે કમોસમી વરસાદ થતો હોવા અંગેનું ખેડૂતોનું માનવું છે…
આસો માસમાં દર વર્ષે કમોસમી વરસાદ થતો હોવાનું ખેડૂતોનું માનવું છે તે સમયે આ વર્ષે પણ ખેડૂતોની આ માન્યતાઓ સાચી પડી હોય તેવું લાગી રહ્યુ છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેસરને લીધે ઉત્તર ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં તારીખ ૧૫ થી ૧૯ ઓક્ટોમ્બરમાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પછી શુક્રવારે રાતે જિલ્લાનાં ઈડર તાલુકામાં લગભગ 6 મી.મી. વરસાદ પડયો હતો. તે અનુસાર સમી સાંજનાં સમયે હિંમતનગર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં પણ વરસાદનાં સાધારણ છાંટા પડયા પછી બાફનું પ્રમાણ વધારે હતું.

હિંમતનગર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં પણ વરસાદનાં સાધારણ છાંટા પડયા પછી બાફનું પ્રમાણ વધી ગયું…
આ સિવાય પ્રાંતિજ તાલુકામાં પણ મધરાતે અંદાજે 1 વાગ્યા બાદ પવન સાથે વરસાદનાં છાંટા પડાવાનું ચાલુ થતાં લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. અચાનક પડેલા વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ પ્રસરી ગયું હતું. આમાં હિંમતનગર સહિત પ્રાંતિજ તાલુકાઓનાં ગામડાઓમાં હાલ મગફળી, કપાસ તેમજ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાને લીધે પવનને કરને ખાસ કરીને ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. જેથી ખેડૂતોની હાલત પડયા ઉપર પાટુ જેવી થઈ છે.

જો આવનારા દિવસોમાં હવામાન ખાતાનાં જણાવાયા અનુસાર વધારે વરસાદ થશે તો ખાસ કરીને ખેડૂતનાં મોમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની શક્યતા રહેલી છે જો એમ થશે તો દિવાળીનાં તહેવારોની ઉજવણીમાં કોઈ રસ રહે તેવું લાગતું નથી. બાદ તો કુદરત કરે તે સાચું. શનિવારનાં રોજ જિલ્લાનાં મોટાભાગનાં સ્થળે વાતાવરણમાં આવેલાં પલ્ટા બાદ આકાશ વાદળછાયુ રહ્યુ હતું જેના લીધે આખો દિવસ બાફ અને ઉકળાટનું પ્રમાણ વધુ અનુભવાયુ હતું.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવેલ એકાએક પલટા વચ્ચે શુક્રવારે રાત્રે પંથકના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વચ્ચે…
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવેલ એકાએક પલટા વચ્ચે શુક્રવારે રાત્રે પંથકના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.નવરાત્રી ના પ્રારંભ પૂર્વે વરસેલા આ હળવા વરસાદ ને લઈ જન જીવન ઉપર આંશિક અસર વર્તાઈ હતી.જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ ના જણાવ્યા મુજબ જિલ્લામાં ખરીફ સીઝન પૂર્ણ થઈ છે.આગામી દિવસોમાં રવિ વાવેતર હાથ ધરવામાં આવનાર છે.આ હળવા વરસાદથી ખેતીને કોઈ જ નુકશાન નહી થયું હોવાનું પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

કમોસમી વરસાદ ખેડૂતોની દિવાળી બગાડશે…
જિલ્લામાં વરસેલા હળવા વરસાદ વચ્ચે પણ મોડાસા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં અસહ્ય બાફ અને ઉકળાટ થી પ્રજાજનો ત્રસ્ત બન્યા હતા.લાંબા વિરામ બાદ વરસેલા વરસાદી ઝાપટાને મોડાસા નગરના માલપુર રોડ ના નગરપાલિકા બગીચા પાસે ના અકસ્માત ઝોન વિસ્તારમાં જુદાજુદા સમયે બે બાઈકો વરસાદી પાણીમાં સ્લીમ થતાં ચાલકો જમીન પર પટકાયા હતા.પરંતુ સદનસીબે ઈજાઓ ટળી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post