સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી આ ડેમો થયા ઓવરફલો

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા સર્વત્ર જગ્યાએ વરસી ચુક્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રની નદીઓમાં નવાં નીરનું આગમન પણ થઈ ચુક્યું છે. આની સાથે ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યાં છે. ઘણાં લોકોનાં ડૂબી જવાંથી મોત પણ થઈ ચુક્યા છે. ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળી નાખ્યું છે. છેલ્લા કુલ 4-5 દિવસથી સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને નદી-નાળા, ચેકડેમો, જળાશયો તેમજ ડેમોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. અતિભારે વરસાદને કારણે ઘણાં ડેમો, જળાશયો તથા નદી-નાળા પણ છલકાઈ ગયાં છે.

ઠેર-ઠેર પાણી પણ ભરાઈ ગયાં છે. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફલો થતા જ લોકોમાં હરખની હેલી જોવાં મળી રહી છે. આની સાથે જ રાજકોટ જિલ્લાનો ભાદર-2 ડેમ પણ છલકાઈ ગયો છે. જેનાંથી લોકોને પીવાનાં પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. જ્યારે આજી ડેમ પણ છલકાવવાની તૈયારીમાં જ છે.

ગીરનાં જંગલમાં અતિભારે વરસાદને લીધે ગીરનાં ઘણાં ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે પાણીની આવક વધતાંની સાથે જ કોડીનારની શીંગવડા નદી પર જામવાળા ખાતે આવેલ શિંગોડા ડેમનાં કુલ 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતાં. જેને વધારીને કુલ 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેથી જામવાળા, ઘાટવડ, સુગાળા, છાછર, રોણાજ, કોડીનાર, મૂળ દ્વારકા સહિત ઘણાં ગામોને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. નદી કાંઠાનાં વિસ્તારમાં પણ અવર-જવર ન કરવાં માટે જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ છેલ્લા કુલ 7 દિવસથી સતત પડી રહેલ અતિભારે વરસાદને કારણે જિલ્લાનાં કુલ 11 પૈકી કુલ 6 જળાશયો પાણી પાણી બન્યા છે. આ જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ખોડિયાર ડેમનાં પણ કુલ 2 દરવાજાને પોણો ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. જેથી કુલ 7 તાલુકામાં આવેલ કુલ 46 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ધારીમાં આવેલ ખોડિયાર ડેમ છલકાતાં જ સમગ્ર જિલ્લામાં હરખની હેલી જોવાં મળી રહી છે.

ગીર પંથકમાં પડેલ અતિભારે વરસાદને લીધે તાલાલામાં આવેલ હિરણ- 2 ડેમનાં કુલ 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેથી ઘણાં ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ધોરાજી શહેરમાં તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડતો ભાદર-2 ડેમ પણ સતત કુલ 3 દિવસથી ઓવરફ્લો થઇ રહ્યો છે. ઉપલેટા જૂથ યોજના તથા જામજોધપુર તેમજ ભાયાવદર સુધીનાં પંથકને પીવાનું પાણી પુરૂ પાડે છે. પહેલાં પણ ડેમનાં કુલ 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતાં તથા પાણીનો જથ્થો નિયંત્રણમાં રહેતાં કુલ 4 દરવાજાને કુલ 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતાં. જો કે ડેમ હેઠળ આવતાં વિસ્તારોનાં ઘણાં લોકોને પહેલાં જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ગણાતાં ભાવનગરમાં આવેલ શેત્રુંજી ડેમની સપાટી કુલ 33.4 ફૂટે પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમ કુલ 34 ફૂટે પણ ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે હવે ઓવરફ્લો થવામાં ફક્ત 8 ઈંચ જ બાકી છે, પણ પાણીની આવક ઘણી ધીમી પડી ગઈ છે. હાલમાં તો નીચાણવાળા વિસ્તારોને જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ભાવનગર જીલ્લામાં આવેલ જળાશયોમાં જળનો સંગ્રહ :

​​​​​​​બોટાદ જિલ્લામાં પણ છેલ્લા કુલ 4 દિવસથી સતત પડી રહેલ સાર્વત્રિક વરસાદને લીધે જિલ્લાનાં નાના-મોટા ચેકડેમો, નદી-નાળા તથા ડેમો પણ ઓવરફલો થઈ ગયાં છે. બોટાદ જિલ્લામાં આવેલ ગઢડા તાલુકામાં આવેલો ઈતરીયા ડેમ પણ ઓવરફલો થયો છે. કુલ 13 વર્ષ પછી ઈતરીયા ડેમ ઓવરફલો થતાં જ લોકોમાં આનંદનો માહોલ જોવાં મળી રહ્યો છે.

અતિભારે વરસાદને લીધે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવતાં જ રોડ પર પણ પાણી ફરી વળ્યું છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 70% થી પણ વધુ વરસાદ પડ્યો છે. બીજી બાજુ ગીર પંથકમાં અતિભારે વરસાદને લીધે રોડ પર પણ પાણી ભરાઈ ગયાં છે. જેને કારણે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે.

​​​​​​​રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર ચારણ સમઢીયાળા ગામની નજીક આવેલ સુરવો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી થતાં ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમનો માત્ર 1 દરવાજો કુલ અડધો ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે. ​​​​​​​ડેમનો દરવાજો ખોલવામાં આવતાં જ થાણા ગાલોલ,ખજૂરી, ગુંદાળા, ખીરસરા, ચારણ, સમઢીયાળા, ચારણીયા,સહિત ઘણાં ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post