સૌરાષ્ટ્રના આ ગામોમાં અને ખેતરોમાં ભારે વરસાદના કારણે ફરીવાર પાણી ભરાયા -જાણો ક્યા કેટલો વરસાદ છે?

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. અતિભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં ખેડૂતોના ખતરમાં પાણી ફરી વળ્યાં છે. આને કારણે ઘણાં ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી ચુક્યો છે. હાલમાં વરસાદને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગીર ગઢડા પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર પછી ગાજવીજની સાથે અતિભારે વરસાદ ખાબક્યો હતો. ગીર ગઢડામાં આવેલ વેળાકોટ, ખીલાવડ, ધોકડવા સહિત ઘણાં ગામોમાં માત્ર 1 કલાકમાં કુલ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ કુલ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ધારી શહેરમાં આજ સવારથી જ અસહ્ય ઉકળાટ તથા ગરમીથી લોકો ઘણાં કંટાળી ગયા હતા.

અધૂરામાં પૂરુ શહેરમાં નવી વસાહતમાં બપોરનાં સમયે એક ટ્રક ચાલક વીજપોલની સાથે અથડાતા જ આ વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. જેને લીધે લોકો અકળાઈ ગયાં હતા. બપોર પછી 4 વાગ્યા ગાજવીજની સાથે વરસાદ શરૂ થયો હતો તેમજ કુલ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધારીમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

ખાંભામાં કુલ 4  દિવસનાં વિરામ પછી આજે ફરી અતિભારે વરસાદ ખાબક્યો હતો. વીજળીનાં કડાકા ભડાકાની સાથે વરસાદ વરસતા ખાંભાનાં રોડ  પર પાણી ફરી વળ્યા હતાં. હાલમાં તો ખેડૂતોની દીવાળી બગડવાની શક્યતા સેવાઈ રહી છે. સતત વરસાદને લીધે ખેડૂતો પણ ઘણાં ચિંતિત બન્યા છે. જસદણમાં આવેલ આટકોટમાં પણ બપોર પછી વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ ખાબક્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post