પ્રધાનમંત્રી મોદીની આ ચાર ભૂલોને કારણે સમગ્ર દેશનો વિનાશ થઇ રહ્યો છે- થોડા જ સમયમાં લોકોનો ભ્રમ તૂટશે

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દિક નિશાનો પણ સાધ્યો છે. રાહુલ ગાંધીએ એક ન્યૂઝ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, મોદી એ દેશનો વિનાશ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું, કે આ 4 બાબતો દેશનો વિનાશ કરી દેશે તથા આ ભ્રમ ટૂંક જ સમયમાં તૂટી પણ જશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી, કે નરેન્દ્ર મોદી એ દેશનો વિનાશ કરી રહ્યા છે. નોટબંધી, GST, કોરોના મહામારીમાં દુર્વ્યવસ્થા તથા અર્થવ્યવસ્થા અને રોજગાર ધ્વસ્ત. તેમની પૂંજીવાદી મીડિયાએ એક માયાજાળ રચી દીધો છે. આ ભ્રમ પણ ટૂંક જ સમયમાં તૂટી જશે.

આની અગાઉ પણ રાહુલ ગાંધીએ પાછલા અમુક મહિનાઓમાં લાખો લોકોને પોતાના ભવિષ્ય નિધિથી પૈસા કાઢવાની તથા ખબરોનો હવાલો આપતા મંગળવારે જ આરોપ લગાવ્યો હતો કે, કોરોના વાયરસની મહામારીને રોકવામાં નિષ્ફળ રહેનારી સરકાર હવે લોકોને પણ શાનદાર રીતે જુઠ્ઠાણાનાં સપના દેખાડી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કરી હતી કે, નોકરી છીનવી લીધી, જમાપૂંજી પણ છીનવી લીધી પરંતુ બીમારીને  ફેલાવવાથી રોકી શક્યા નહીં.

પરંતુ તેઓ શ્રેષ્ઠ જુઠણા સમણા દેખાડી રહી છે. કોંગ્રેસ નેતાએ જે ખબર વાયરલ કરી તેના પ્રમાણે, એપ્રિલ-જુલાઇ સુધીમાં કુલ 80 લાખ લોકોએ ભવિષ્ય નિધિમાંથી કુલ 30 હજાર કરોડ રૂપિયા કાઢી લીધા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન લગભગ કુલ 10 લાખ કરોડના ખાતાનું પ્રબંધન કરી રહી છે, તથા તેના સંબંધિત લોકોની સંખ્યા પણ અંદાજે કુલ 6 કરોડ જેટલી છે.

આની પહેલા પણ રાહુલ ગાંધીએ ચીન વિવાદને લઇને જણાવતાં કહ્યું હતું કે, તે ચીન ઘૂષણખોરી પર ખોટું નથી બોલવાના, પછી ભલેને તેમનું રાજકીય જીવન પણ કેમ ન સમાપ્ત થઇ જાય. આની સાથે જ રાહુલ ગાંધીએ જણાવતાં કહ્યું હતું કે, ચીનનાં સૈનિકોની ભારતીય સીમામાં ઘૂસણખોરીને નકારનાર તથા આ વિષય પર ખોટું બોલનાર પણ દેશભક્ત નથી.

રાહુલ ગાંધીએ જ એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, એક ભારતીય હોવાને નાતે મારી પહેલી પ્રાથમિકતા એ દેશ અને તેના નાગરિકો જ છે. એ લોકો વિશે આપનો શું મત છે, કે જે કહે છે, કે પ્રધાનમંત્રીની સામે ચીન પર તમારા સવાલ ભારતને નબળું પાડી રહ્યા છે. એક વાત તો ચોખ્ખી જણાઈ આવે છે, કે ચીન આપણા વિસ્તારમાં ઘૂસી જ ગયું છે. આ વાત જ મને હેરાન કરે છે. જેનાથી મારું લોહી પણ બળે છે, કે કઇ રીતે એક બીજાં દેશ આપણા વિસ્તારમાં ઘૂસી આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post