એકબીજાને અનહદ પ્રેમ કરતા હોવા છતાં શ્રીકૃષ્ણ ભગવાને રાધાની સાથે વિવાહ કર્યા નહી -જાણો આની પાછળનું કારણ

Share post

હાલમાં લોકોની વચ્ચે રાધા-કૃષ્ણની પ્રેમ કહાની ખુબ જ અગત્યતા ધરાવે  છે. એક એવી પ્રેમ-કહાની જેમાં કોઇએ કૃષ્ણ ભક્તિ જોઇ તો કોઇએ વિરહ સમજીને ગીત બનાવી નાંખ્યું. બંનેનો પ્રેમ જેટલો નિર્મળ તથા ચંચળ હતો એટલો જ જટિલ પણ હતો. સદિઓથી ભલે કૃષ્ણનું નામ રાધાની સાથે લેવામાં આવતું હોય પણ બંનેની લવ સ્ટોરી ક્યારેય પૂર્ણ શકી ન હતી. હાલમાં પણ ઘણા લોકોને એ પ્રશ્ન રહેતો હોય છે કે, રાધા-કૃષ્ણ કેમ લગ્ન ન કરી શક્યાં.

જેવી રીતે રાધા-કૃષ્ણ એકબીજાને પ્રેમ કરતા હતા. તેવી રીતે એમના વિવાહ થઇ જવા જોઈએ. શા માટે બંને લોકો લગ્નના બંધનમાં બંધાઇ શક્યા નહી. લોકોએ વિશ્વની સૌથી મોટી પ્રેમ કહાનીને વિરહ સમજીને વિરહના ગીતો ગાવા લાગ્યા હતા. કૃષ્ણએ રાધાને મૂકી રુક્મણીની સાથે શા માટે લગ્ન કર્યાં. બધા જ પુરાણમાં કૃષ્ણની સાથે રાધાનું નામ મળતુ નથી. એનું કારણ શું છે આવા કેટલાક પ્રશ્નો છે જેના ઉત્તર ક્યારેય મળ્યાં નથી.

જે રાધાને કૃષ્ણ પોતાનો પડછાયો સમજતા હતા. એ રાધાનો ઉલ્લેખ મહાભારત અથવા તો કોઈ ગીતામાં પણ કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે, રાધા પૃથ્વી પર કૃષ્ણની ઇચ્છાથી જ પધાર્યા હતા. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે અનુરાધા નક્ષત્રમાં રાધાનો જન્મ થયો હતો. આ દિવસને રાધાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. એવું મનવામાં આવે છે કે, જન્મના કુલ 11 માસ સુધી રાધાએ આંખો ખોલી ન હતી.

રાધા-કૃષ્ણની સૌપ્રથમ વાર મુલાકાત ભાંડિરવનમાં થઇ હતી. જ્યા નંદબાબા ગાયો ચરાવવા માટે  કૃષ્ણને સાથે લઇને ગયાં હતા ત્યારે કૃષ્ણ રંગમાં રાધા એવી તો રંગાઇ કે એમના વિના એક ક્ષણ પણ ચાલતુ ન હતું. એકવખત રાધાની અનુપસ્થિતિમાં કૃષ્ણ વિરજા નામની એક ગોપીની સાથે વિહાર કરી રહ્યાં હતા ત્યારે રાધાએ બંનેને જોઇ લીધા તેમજ વિરજાને પૃથ્વી પર દરિદ્ર બ્રાહ્મણ થઇને ફરવાનો શ્રાપ આપી દીધો હતો. સુદામાથી આ સહન ન થયુ તથા સુદામાએ વર્ષો સુધી રાધા-કૃષ્ણને વિરહનો શ્રાપ આપી દીધો હતો.

શાં માટે રાધા-કૃષ્ણ લગ્ન ન થયાં ?
કૃષ્ણની થઇને પણ લગ્ન ન થઇ શકવા પર રાધા હંમેશા ઉદાસ રહેતી હતી. છેલ્લા સમયમાં રાધાએ લગ્ન ન કરવાનુ કારણ પૂછ્યુ તો કૃષ્ણ ત્યાંથી ચાલ્યાં ગયાં ત્યારે રાધાને ખૂબ ગુસ્સો આવ્યો તથા જોરથી ગુસ્સાથી એ જ પ્રશ્ન ફરીવાર પૂછ્યો ત્યારે કૃષ્ણએ પાછુ વળીને જોયુ તો રાધા પણ હેરાન થઇ ગઇ. કારણ કે, કૃષ્ણ પોતે રાધાના સ્વરૂપમાં હતા ત્યારે રાધાજી સમજી ગયા કે, પોતે જ કૃષ્ણ છે તથા કૃષ્ણ એ જ રાધા છે. બંનેમાં કોઇ ફર્ક રહેલો નથી. રાધાની સાથે લગ્ન ન કર્યા હોવા છતાં પણ આજે રાધાની પૂજા કૃષ્ણની સાથે જ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post