ખેડૂતોના 25 હજાર કરોડના નુકશાન સામે રુપાણી સરકારે આ જિલ્લાઓમાં ફાળવ્યા આટલા રૂપિયા- જુઓ આખું લીસ્ટ

Share post

ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનમાં વળતર ચૂકવણીમાં સરકાર ઉણી ઉતરી છે. જે નુકસાન થયુ છે તેની સામે સરકારે સહાય ઓછી ચૂકવ્યાનુ સામે આવ્યુ છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નોમાં સરકારે રજૂ કરેલા આંકડાથી આ ખુલાસો થયો છે. રાજ્યમાં 85.87 લાખ હેકટરમાં અતિવૃષ્ટીથી નુકસાન થયુ હતુ. જેમાં આટલા નુકશાનના સામે 67.25 લાખ હેકટરમાં જ સહાય આપ્યાનો આક્ષેપ કર્યો છે. સરકારે 67.25 લાખ હેકટરમાં નુકશાન ના ખેડૂતોને એક હજાર 229 કરોડ રૂપિયા ચૂકવ્યાના આંકડા ગૃહમાં રજૂ કરાયા હતા. કોંગ્રેસે આજે વિધાનસભામાં ખેડૂતો મામલે ભારે આક્રમક રવૈયો અપનાવ્યો છે. રાજયમાં પાક વીમા કંપનીને ફાયદો કરાવવા ખાનગી કંપનીને કામ સોંપયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

વાવેતર અંગે સેટેલાઇટ મેપિંગનું કામ ખાનગી કંપનીને સોંપયાનો આક્ષેપ કોંગ્રેસે ગૃહમાં કર્યો હતો. પ્રશ્નોતરી કાળ દરમીયાન કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ હતુ. જેમાં સેટેલાઇટ મેપિંગ માટે 10 કરોડ રૂપિયા કરતા વધારાની રકમ ખાનગી કંપનીને ચૂકવાયાના આંકડા સામે આવ્યા છે. એક તરફ ખેડૂતોને પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીને સર્વેના નામે કરોડો ચૂકવાયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો. સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તેમજ તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન અન્ય તેલિબિયાં, કપાસ, તમાકુ, ગવાર, શાકભાજી અને ઘાસચારો વગેરેનું 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ તમામ પાકોનું વાવેતર કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયું હતું. આ પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલો ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી અને મજૂરી મળીને અંદાજીત 25 હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, વીઘા દીઠ 5 હજાર રૂપિયાનો ખર્ચ ગણીએ એટલે પ્રતિ હેક્ટર 30 હજારનો ખર્ચ થાય. આમ હેક્ટર દીઠ 30 હજાર રૂપિયાનો ખર્ચ ગણતા 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં 25 હજાર કરોડ રૂપિયા કરતા વધુનુ નુકસાન થયું છે. જેની સામે રાજ્ય સરકારે 67 લાખ 25 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનની જ સહાય ચૂકવી છે અને 25 હજાર કરોડ રૂપિયાની નુકસાની સામે માત્ર 1,229 કરોડ રૂપિયા સહાય પેટે ચૂકવ્યા છે. પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 25 હજાર કરોડ રૂપિયાની નુકસાની સામે 1229 કરોડ રૂપિયાની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. ટોટલ 33 જિલ્લાઓમાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 109 કરોડ રૂપિયા, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં 102 કરોડ રૂપિયા અને વડોદરા જિલ્લામાં 76 કરોડ રૂપિયા સહાય ચૂકવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post