સંતાન પ્રાપ્તિ માટે પવિત્ર શ્રાવણ મહિનામાં કરો આ વ્રત- ભગવાન વિષ્ણુ થશે અતિપ્રસન્ન

Share post

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં હિંદુ પંચાંગની એકાદશી તિથિનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. દર મહિનાની વદ તથા સુદ પક્ષની એકાદશી ખૂબ જ અગત્યની હોય છે. એકાદશીના દિવસે ભગાવન વિષ્ણુની પણ આરાધના કરવામાં આવે છે, અને તેમાં ઉપવાસ પણ રાખવામાં આવે છે. શ્રાવણ તથા પોષ મહિનાની એકાદશીઓનું મહત્ત્વ એકસમાન જ માનવામાં આવે છે. આ એકાદશીને સંતાન પ્રાપ્તિ માટે ખુબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાની

આ એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 30 જુલાઈનાં રોજ છે.એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી જ કરવામાં આવે છે. દશમને દિવસ વ્રત કરનારે સાત્વિક ભોજન જ કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઇએ. એકાદશીને દિવસ સવારે વહેલાં જાગીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ તથા ભગવાન વિષ્ણુના બાળ ગોપાળ સ્વરૂપની પણ પૂજા કરવી.

આની સાથે જ, એકાદશી વ્રતની કથાનો પાઠ પણ કરવો. રાત્રે ભજન-કીર્તન કરીને જાગરણ પણ કરવું જોઇએ. ત્યારપછી બારસ તિથિએ સૂર્યોદયની સાથે પૂજા સંપન્ન કરવી જોઇએ. ત્યારપછી વ્રતના પારણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા તો બ્રાહ્મણને ભોજન કરાવીને પણ કરવાં. સાથે તેમને દાન-દક્ષિણા પણ આપવી જ જોઈએ.

આ એકાદશીનાં વ્રત વિશે યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે, દ્વાપર યુગમાં મહિષ્મતીપુરીનો રાજા મહીજીત પણ પુત્ર વિહીન હતો. રાજાના શુભચિંતકોએ જ આ વાત માહમુનિ લોમેશને જણાવી તો તેમણે જણાવ્યું હતું કે, રાજન એ પૂર્વ જન્મમાં એક વૈશ્ય હતાં. આ એકાદશીને દિવસ બપોરના સમયે તેઓ એક જળાશય પર પહોંચ્યાં હતાં.

ત્યાં ગરમીથી પીડિત એક ગાયને પાણી પીતી જોઇને તેમણે તેને રોકીને સ્વયં જ પાણી પીવા લાગ્યાં હતાં. આ એક પાપને લીધે જ આજે તેઓ સંતાન વિહીન છે. મહામુનિએ જણાવ્યું હતું કે, રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિએ વિધિ પૂર્વક વ્રત કરે તથા તેનું પુણ્ય રાજાને આપે તો નિશ્ચિત જ તેમને સંતાનની પ્રાપ્તિ પણ થશે. મુનિના નિર્દેશાનુસાર રાજાની સાથે-સાથે પ્રજાએ પણ આ વ્રત રાખ્યું હતું. થોડાં સમય પછી રાણીએ પણ પુત્રને જન્મ આપ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post