જો ઘરમાં આ વસ્તુ હશે, તો કોઈ દિવસ કંકાસ ઉભો નહિ થાય, જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે…

Share post

ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે એની માટે જરૂરી એ છે કે, ઘરનું વાતાવરણ પોઝિટિવ જળવાયેલ રહે. જે ઘરમાં વાસ્તુ દોષ રહેલો હોય છે, ત્યાં નકારાત્મકતામાં વધારો થાય છે. વાસ્તુ દોષને લીધે ઘરમાં રહેતાં લોકોના વિચાર નકારાત્મક થઇ શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ઉજ્જૈનનાં જ્યોતિષાચાર્ય તથા વાસ્તુ નિષ્ણાત પં. મનીષ શર્માના જણાવ્યાં મુજબ વાસ્તુની થોડી ખાસ વસ્તુઓ કે, જેને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થઇ શકે છે.

1. લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઇંગ રૂમમાં રાખવી જોઇએ. મૂર્તિનું મુખ ઘરના દરવાજાની સામે રાખવું જોઈએ. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આ મૂર્તિ રસોડા અથવા તો બેઝમેન્ટમાં રાખવી  જોઈએ નહીં. લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડાં ઊંચા સ્થાન પર રાખવી. સમયે-સમયે મૂર્તિની સાફ-સફાઈ કરતાં રહેવું જોઇએ.

2.વિન્ડ ચાઇમ્સ લાકડા, લોખંડ તથા જુદી-જુદી ધાતુના બનાવવામાં આવેલ હોય છે. ઘરની પશ્ચિમ તેમજ ઉત્તર દિશામાં લટકાવવા માટે ધાતુથી બનાવવામાં આવેલ વિન્ડ ચાઇમ્સ શુભ રહે છે. જ્યારે પૂર્વ તથા દક્ષિણ દિશા માટે લાકડા તથા માટીમાંથી બનાવવામાં આવેલ વિન્ડ ચાઇમ્સ સૌથી શુભ માનવામાં આવે છે.

3.લાલ રીબીનમાં બાંધવામાં આવેલ કુલ 3 તથા કુલ 5 પીત્તળના સિક્કા બજારમાં આસાનીથી મળી જાય છે. આ સિક્કાની આજુબાજુ પોઝિટિવિટિ બની રહે છે. ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુ લાલ રીબીનમાં બાંધેલ કુલ ૩ સિક્કા લટકાવવા જોઇએ. જેને લીધે ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે.

4.લીલુછમ મની પ્લાન્ટ શુભ રહે છે. એના પાનનું સુકાઇ જવું, પીળા અથવા તો સફેદ થઇ જવું અશુભ માનવામાં આવે છે.એટલે કે, એના ખરાબ પાન તરત દૂર કરી દેવા જોઇએ. વૃક્ષની સંભાળ યોગ્ય રીતે રાખવી જોઇએ. મની પ્લાન્ટ ઘરમાં પણ રાખી શકાય છે. મની પ્લાન્ટને પાણીમાં રાખવું સૌથી સારું માનવામાં આવે છે. એનું પાણી સમયે-સમયે બદલતાં રહેવું જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…