ગુજરાતમાં શરુ થઇ ઊંચા ભાવે ડાંગરની ખરીદી, આ છે નોંધણીની છેલ્લી તારીખ

Share post

અમદાવાદ જિલ્લામાં ડાંગરની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકામાં ખરીદકેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪,૨૪૧ જેટલા ખેડૂતો ઓનલાઈન માધ્યમથી નોંધણી પણ કરાવી ચુક્યા છે. ‘અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી’ના જણાવ્યા પ્રમાણે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઇન નોંધણીની તારીખ ૧૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

દસક્રોઇ વિસ્તારમાં ‘જેતલપુર અનાજ બજાર’ ખાતે, ધોળકા, સાણંદ અને બાવળામાં ‘નાગરિક પુરવઠા નિગમ’ના ગોડાઉન ખાતે ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે. એવું અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું. તેમજ વિરમગામ વિસ્તારમાં ખરીદી આગામી કેટલાક દિવસો બાદ કરવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે.

ખરીદ પ્રક્રિયા હેઠળ ઓનલાઇન નોંધણી કરાવવાની છેલ્લી તારીખ તા. ૨૯ ઓક્ટોબર સુધી હતી. જેને હવે લંબાવીને તા.૧૦ નવેમ્બર  સુધી કરવામાં આવી છે. દરેક ખેડૂતમિત્રો નાગરિક પુરવઠા ખાતાના ગોડાઉન ખાતે તેમજ દરેક ગામની ગ્રામપંચાયત ખાતે નોંધણી પણ કરાવી શકશે.

નોંધપાત્ર વાત એ છે કે, જિલ્લામાં હાલમાં  છૂટક બજારમાં વેપારીઓ ડાંગરના ભાવ ૨૭૦ થી ૨૯૦  સુધી જ  પ્રતિ મણે આપી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા ડાંગર (કોમન) પ્રતિ મણે ૩૭૩.૬૦ રૂપિયા આપે છે. જ્યારે ડાંગર (ગ્રેડ-એ)મા પ્રતિ મણે ૩૭૭.૬૦ રૂપિયાનો ભાવ આપી રહી છે.

દસક્રોઇ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતલપુર ખાતે હાલમાં આ ખરીદી ચાલુ કરવામાં આવી છે. અહીંયા ડાંગરના વેચાણ માટે ૪૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. અને અન્ય એપીએમસીના ચીફ ઇન્સ્પેક્ટર દિલીપ ગોરે વિશેષ માહિતી પણ આપી છે.

અમદાવાદ જિલ્લામાં ખરીફ ડાંગરનું વાવેતર ૧.૩૨ લાખ હેક્ટરમાં થયું હતું. જે રાજ્યભરમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે. ત્યાર બાદ આણંદમાં ૧.૧૭  લાખ હેક્ટર, ખેડામાં ૧.૧૪ લાખ હેક્ટર વાવેતર તેમજ  ગુજરાત રાજ્યમાં કુલ ૮.૩૯ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું  છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post