ગુજરાત સરકાર આ પાકોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે – જાણો શું છે પ્રોસેસ

Share post

ગુજરાત રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાનાં ભાવે ખરીફ માર્કેટીંગ વર્ષ 2020-21 અંતર્ગત ડાંગર, મકાઇ તેમજ બાજરીની ખરીદી આવતી તારીખ 16/12/2020 થી તારીખ 31/12/2020 માં ગુજરાત નાગરિક પુરવઠા નિગમનાં ડાંગર માટે 92, મક્કાઈ માટે 61 તેમજ બાજરી માટે 57 જેટલા ગોડાઉન કેન્દ્રો /APMC ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા ઓછામાં ઓછા ટેકાનાં ભાવે ડાંગર રૂ. 1868/-પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ.1888 પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ.1850 પ્રતિ ક્વિન્ટલ ટીમાજ બાજરી માટે રૂ.2150 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.

ઓછામાં ઓછા ટેકાનાં ભાવે વેચાણ કરવાની ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન અરજી સંબંધીત ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનાં તાલુકા ગોડાઉન ખાતે તારીખ 1/10/2020 થી ચાલુ થશે. જે તારીખ 20/10/2020 સુધી ચાલશે તે અનુસાર નોંધણી કરાવવા દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડની ઝેરોક્ષ, આધાર નોંધણી નંબર તેમજ તે અંગેનો પુરાવો, અધ્યતન 7-12, 8-અ રેકોર્ડ્સની ઝેરોક્ષ, ફોર્મ નં -12માં પાક વાવણી વિશે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીનાં સહી સિક્કા સહીતનો દાખલો, ખેડૂતનાં નામે IFSC કોડ સાથેની બેન્ક ખાતાની વિગતો માટે બેંક પાસબુકની ઝેરોક્ષ કે કેન્સલ ચેકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

ખેડૂતોને તેમનો જથ્થો સાફ અને ચારણો કરી અને તેમાં ભેજનું પ્રમાણ અમુક પ્રમાણમાં રહે તે માટે યોગ્ય જગ્યાએ તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેના કારણે ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજિસ્ટ્રેશન વિશે કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નં.- 8511171718 કે 8511171319 ઉપર સંપર્ક કરવો. સુરત શહેરમાં ઓછામાં ઓછા ટેકાનાં ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરાવવા માટે સુરત જિલ્લાનાં બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા ખાતેનાં ગુજરાત નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉન કેન્દ્ર ખાતાનો સંપર્ક કરવો.

ઉપરાંત સુરત શહેરનાં બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ (કોસંબા-APMC), નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા તાલુકા ખાતેનાં ગુજરાત નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉન ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ દરેક ખરીદી સરકારનાં અન્ન નાગરિક પુરવઠા તેમજ ગ્રા.બા. વિભાગની આદેશો અનુસાર કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…