સફળ પશુપાલનનું પ્રથમ પગથીયું છે યોગ્ય પશુ આહાર- જાણો સંપૂર્ણ માહિતી

Share post

શ્ર્વેતક્રાંતિથી ખેતીની સમાંતર વિકસેલ પશુપાલન હાલમાં અમુક બાબતોને કારણે ખુબ મુશ્કેલ બની રહ્યું છે. પશુપાલનમાં પશુઆહાર મુખ્ય બાબત છે. જો પશુ આહારની બાબતમાં ખેડૂતો સજાગ બને તો વધારે દૂધ ઉત્પાદન થકી વધારે વળતર મેળવી શકાય છે. વધારે પડતા તેમજ અપૂરતા આહારને કારણે પશુ પર વિપરીત અસર થતી હોવાને લીધે પશુ આહારનું સંપૂર્ણ જ્ઞાન અને સમજ આ વ્યવસાયમાં ખુબ જરૂરી છે.

પશુ આહાર તેમજ પોષણ એ પશુપાલનનું અગત્યનું પાસું રહેલું છે. પશુપાલનમાં કુલ 70-80% ખર્ચ ફક્ત પશુની પાછળ થાય છે. કેટલાંક પાલતુ પશુઓ વાગોળતા પશુ હોવાને કારણે ઘાસચારો એમનો કુદરતી આહાર છે. પશુનાં આહારમાં લીલા ઘાસચારાની ઉપરાંત દાણનો સમાવેશ કરવો ખુબ જરૂરી છે. પશુઓને શરીરની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે  દૂધ ઉત્પાદન, પ્રજનન માટે પ્રોટીન કાર્બોદિત, તૈલી પદાર્થોની ઉપરાંત ક્ષારો અને પ્રજીવકોની જરૂર રહે છે. પાણી પણ પશુઓના શરીરનું એક મહત્વનો ભાગ રહેલો છે.

જેને કારણે પશુઓને આહારની સાથે સ્વચ્છ પાણી પુરતા પ્રમાણમાં આપવું ખુબ જરૂરી છે. સૂકા ઘાસચારામાં પરાળ અથવા તો ઘઉં, ડાંગર, જુવાર બાજરી સહિત કેટલાય ધાન્ય પાકોને કડવામાંથી શક્તિ મળે છે અને પશુઓની ભૂખ સંતોષાય છે. કઠોળ વર્ગના સૂકા ચારામાંથી પણ પ્રોટીન ઓછા પ્રમાણમાં એટલે કે માત્ર 1-6%  સુધી મળે છે પણ એમાંથી ક્ષાર પુરતા પ્રમાણમાં મળી રહે છે.

જ્યારે લીલા ઘાસચારો પશુઓની માટે ખુબ મહત્વનો છે. લીલો ચારો રસાળ હોય છે તેમજ પશુઓને વધારે પસંદ પડે છે. પશુઓ માટે એ ખુબ અગત્યનો છે. જેને કારણે વિટામીન-A કેરોટીનના રૂપમાં મળે છે. આની સાથે જ જરૂરી પ્રજીવકો પણ મળે છે. લીલો ઘાસચારો વધારે પ્રમાણમાં આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને તો દૂધનું ઉત્પાદન સસ્તુ બનાવી શકાય છે.

પશુઆહાર કેવો હોવો જોઇએ :
પશુઓને આપવામાં આવતા આહારમાં લીલો તેમજ સૂકો ઘાસચારો અથવા તો સુમશિ્રિત દાણનું યોગ્ય પ્રમાણ જરૂરી રહેલું છે. પશુઆહાર પશુને પસંદ આવે એવો તથા સરળતાથી પચી જાય એવો હોવો જોઇએ. એમાં કોઇપણ જાતના નુકશાનકારક તત્વો ન હોવાં જોઈએ તથા આર્થિક રીતે પરવડે એવો હોવો જોઇએ. સામાન્ય રીતે વાગોળતાં પશુઓ એમના વજનનાં માત્ર 2-3%  જેટલો જ સુકો ખોરાક ખાઇ શકે છે. જો, એક પુખ્ત પશુનું વજન 350 કિગ્ર હોય તો એના માટે કુલ 8-10 કિલો સૂકો ઘાસચારો યોગ્ય રહેલો છે.

લીલો ઘસચારો ફાયદાકારક :
પશુઓનાં ઉપલબ્ધ ઘાસચારાના કુલ 85% ભાગ કુંવળ તેમજ પરાળ રહેલો હોય છે. જેમાં રેષાવાળા તત્વોનું પ્રમાણ વધારે રહેલું હોય છે પણ એ પશુને માફક આવતું નથી. વળી એમાં પ્રોટીન તથા ખનિજ તત્વોનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. જ્યારે લીલા ઘાસચારામાં પોષક તતોનું પ્રમાણ ખુબ વધારે રહેલું હોય છે. જેને કારણે પરાળની સાથે લીલો ઘાસચારો ખવડાવવો વધારે લાભદાયક છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post