રાજકોટનાં આ પ્રગતીશીલ ખેડૂતભાઈએ ખેતીમાં કર્યો નવતર પ્રયોગ: કોઈપણ જાતનાં ખાતર અને દવા વિના કરી રહ્યાં છે વાવેતર

Share post

ખેતીને લઈ અવારનવાર સોશિયલ મીડિયા પર જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. સંગીત એ એક એવી કળા છે કે, જેની અસર સંગીતકારના પોતાના પર તેમજ તેની આસપાસની વ્યક્તિઓ પર તથા હવામાન પર પણ થતી હોય છે. આ મ્યુઝિક-થેરપીથી શરીરને કેટલાંક પ્રકારના લાભ થાય છે ત્યારે આ મ્યુઝિક-થેરપીનો પ્રયોગ રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે શાકભાજી ઉગાડવા માટે કર્યો છે.

કોંક્રીટના જંગલની વચ્ચે આ પ્રયોગ કર્યો છે. કારણ કે, કોંક્રીટના જંગલની વચ્ચે ક્યારેય પણ લીલોતરી જોવા મળશે નહીં પરંતુ આ વાતને સાર્થક કરી બતાવી છે રાજકોટના ખેડૂત રસિકભાઈ શીંગાળાએ. તેઓ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર આવેલ વાડીમાં કેમિકલ વિનાના એટલે કે, ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરી રહ્યાં છે. આની સાથે જ શાકભાજી ઉગાડતી વખતે તેઓ મ્યુઝિક-થેરપીનો પ્રયોગ કરી રહ્યાં છે કે, જેમાં શાકભાજીના સ્વાદમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રસિકભાઈની શાકભાજી ખરીદી કરવા માટે લોકો પડાપડી કરે છે.

મ્યુઝિક-થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી :
રસિકભાઇએ 5 સપ્તાહ સુધી લાઇવ તિબેટિયન મ્યુઝિક વગાડીને પ્લાન્ટ ઉપર એની શું અસર થાય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ કર્યા પછી તેમણે શાકભાજી ઉગાડતી વખતે મ્યુઝિક-થેરપીનો ઉપયોગ કર્યો હતો. રસિકભાઈ રાજકોટની જનતાને અનુરૂપ સ્વાદિષ્ટ શાકભાજી ઉગાડવાની શરૂઆત કરીને સ્વાદની પૂર્તિ કરી રહ્યા છે. રસિકભાઇએ આ પ્રયોગને સૌપ્રથમવાર શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર શરૂઆત કરી છે. જે રીતે માનવીના શરીરમાં સેલ હોય છે એ જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક-થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે.

મ્યુઝિક-થેરપીથી છોડની ઈમ્યુનિટીમાં વધારો થાય છે :
રસિકભાઈએ કહ્યું હતું કે, મ્યુઝિક-થેરપી માટે તેમના મિત્ર મ્યુઝિક એક્સપર્ટ પીયૂષ રાજ્યગુરુનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આની સાથે તેમના પ્લાન્ટને સપ્તાહમાં 5 દિવસ સુધી તિબેટિયન મ્યુઝિક-થેરપી આપવા માટેનો નિર્ણય કર્યો છે કે, જેમાં ખૂબ સારી અસર જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સવારમાં યજ્ઞ કરવામાં આવે છે કે, જેથી હવામાન શુદ્ધ બને છે તથા શાકભાજીને પૂરતો ઓક્સિજન મળી રહે છે. યંત્ર દ્વારા ધ્વનિ પેદા કરવામાં આવે છે કે, જેનાથી છોડને ફાયદાની સાથે ઈમ્યુનિટીમાં વધારો થાય છે.

9થી 21 પ્રકારની શાકભાજી ઉગાડીએ છીએ :
યજ્ઞ તથા યંત્ર દ્વારા છોડ પર ખુબ મોટી અસર થાય છે. છોડ પર કેટલાંક પ્રકારના રોગ હોવા છતાં કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. અમે એન મ્યુઝિક-થેરપી આખો દિવસ આપીએ છીએ. મ્યુઝિકમાં અલગ અલગ મંત્ર હોય છે. અઢી કલાક યજ્ઞ કરીએ છીએ. 21 પ્રકારનું શાકભાજીનું વાવેતર કરીએ છીએ કે, જેમાં ગાજર, બટેટા, કોબિજ, રીંગણાં, મરચાં, ફ્લાવર, દૂધી, તુરિયા સહિતની શાકભાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લાં 12 વર્ષથી પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે :
છાણ અથવા તો ખાતર વિના તૈયાર કરવામાં આવતી શાકભાજીનું રાહત દરે વેચાણ કરવામાં આવે છે. છેલ્લાં 12 વર્ષથી આ ખેડૂતભાઈ દવાના ઉપયોગ કર્યા વિના પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરે છે. દવા તથા કેમિકલના ઉપયોગથી જમીન તેમજ શાકભાજીને નુકસાન તો થાય જ છે પણ આની સાથે જ લોકોના શરીરને પણ વિવિધ રોગ થતા હોવાનું જોવા મળ્યું છે કે, જેથી આ બધું જોઈને પૌષ્ટિક શાકભાજીનું વાવેતર કરવાનો વિચાર આવ્યો હતો. જેમાં આજે સફળતા પણ મળી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post