કોબીજની આ જાત ખેડૂતોને કરાવશે સારો નફો- જાણો પાકની સંપૂર્ણ માહિતી

Share post

હાલમાં ઘણાં ખેડૂતો પાકની સાથે જ શાકભાજીની પણ ખેતી કરી રહ્યાં છે. ખેડૂતો શાકભાજીની ખેતીમાંથી પણ બમણી આવક કમાણી કરી રહ્યાં છે. હાલમાં અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યાં છીએ. આ જાણકારી ખેડૂતોની માટે લાભદાયક સાબિત થશે.આજકાલ તો શાકભાજીનાં નવા પાકો જેવાં કે, ચેરી, ટામેટાં, ઘરકીન, બેબીકોર્ન, સ્વીટકોર્ન, લાલ કોબીજ, ચાઈનીઝ કોબીજ, લીક વગેરેની ખેતી ખેડૂતો કરવાં લાગ્યા છે. આ પાકોમાં ચાઈનીઝ કોબીજ એક મહત્વનો પાક છે. જેનો ચાઈનીઝ ભોજનમાં ખુબ વપરાશ થાય છે.આ નવાં શાકભાજીની મહાનગરો, હોટલો તથા પર્યટન સ્થળોએ સારી એવી માંગ રહેલી છે તેમજ ખેડુતોને પણ સારો એવો નફો કરાવે છે.

આબોહવા :
પાકનાં સારા વિકાસ તેમજ દડા બંધાવવા માટે કુલ 15°-25° જેટલું તાપમાન અનુકૂળ રહે છે. જયારે કુલ 1° સે.થી ઓછું તેમજ કુલ 25 સે. થી વધુ તાપમાન પાકનાં ઉત્પાદન તેમજ ગુણવત્તા પર માઠી અસર કરે છે.

જાતો :
ઓલ ટાઈમ, અલી હાઈબ્રિડ, કાસુમી, મીચીચી, ચાઈના ફલેશ, નર્વા જેવી ઘણી જાતો આવેલી છે.

જમીન :
કોબીજનાં દડા ઠંડા તેમજ ભેજવાળા હવામાનમાં સારા બંધાઈ જાય છે. આ પાકને અંદાજે તમામ પ્રકારની જમીન અનુકૂળ આવે છે. હલકી જમીનમાં પાકનો વિકાસ ભારે જમીન કરતાં વધુ સારો થાય છે. પાકને અનુકૂળ જમીનનો PH કુલ 6-6.5 રહેલો છે.

વાવેતર સમય અને બીજનો દર :
મોટાભાગે પાકનો ધરૂ ઉછેર ઓકટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે. કુલ 1 હેકટર વિસ્તારનાં વાવેતરને માટે કુલ 450-500 ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. કુલ એકથી દોઢ મહિનામાં ફેરરોપણી લાયક છોડ તૈયાર થઈ જાય છે.

જમીનમાં પાણી આપીને કુલ 2-3  ખેડ કરીને જમીન તૈયાર કરવી જોઈએ. ફેરરોપણીને માટે અંદાજે કુલ 4-5 પાન ધરાવતાં છોડ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેની ફેરરોપણી કુલ 45 સેમી × 30 સેમીના અંતરે કરવી જોઈએ. ફેરરોપણીને માટે જમીનનાં પ્રકાર તથા ઢાળ અને પિયતની સુવિધાને ધ્યાનમાં રાખીને કયારા બનાવવા જોઈએ. રોપણી પછી પાકને તરત જ પાણી આપવું જોઈએ.

ખાતર :
જમીનની તૈયારી કરતી વખતે કુલ 15-20 ટન સારૂ કહોવાયેલું, ગળતીયું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારપછી કુલ 100:0:70 કિલોનાં.ફોસ્ફોરસ તત્વના રૂપમાં પ્રતિ હેકટર આપવાં જોઈએ. જેમાં ફોસ્ફરસ તથા પોટાશનો બધો જથ્થો તથા નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાનાં ખાતર તરીકે તેમજ બાકીનો નાઈટ્રોજનનો અડધો જથ્થો રોપણીનાં કુલ 1 મહિના બાદ પૂર્તિ ખાતર તરીકે આપવો જોઈએ.

પિયત :
પાકનો વિકાસ ઝડપી કરવાં માટે એની ગુણવતા વધારવાં તથા દડાને ફાટી જવાંથી બચાવવા નિયત અંતરે હળવાં પિયત આપવાં જોઈએ. પિયત આપતી વખતે પાકનાં નીચેના પાનને સીધુ પાણી ન સ્પર્શે તથા પાણી ભરાય નહી એની કાળજી રાખવી જોઈએ. જેને કારણે પાકને ફૂગજન્ય રોગોથી બચાવી શકાય. ઉપરોકત પિયત ફેરરોપણી પછી તરત તેમજ બાકીનાં પિયત કુલ 15 દિવસનાં અંતરે આપવાં.

પાક કાપણી અવસ્થાએ પહોંચે એના સપ્તાહ અગાઉ શરૂઆતના પાકની વૃદ્ધિના તબકકા દરમ્યાન કુલ 2-3 વખત કરબડી ચલાવીને પાકને નીદણમુકત રાખવો જોઇએ. આની ઉપરાંત જરૂર પ્રમાણે હાથથી નીદામણ કરવું તેમજ પાકને માટીના પાળા ચઢાવવા. પાકનો વિકાસ થયા પછી આંતરખેડ બંધ કરી દેવી..

કાપણી :
દડાનો વિકાસ સંપૂર્ણપણે થઈ જાય ત્યારે દડા કાપી લેવા જોઈએ. કેટલીક વાર સારો એવો ભાવ મેળવવાં માટે દડાની વૃદ્ધિ થયા પહેલાં પણ કાપણી કરવામાં આવે છે. દડાને ધારદાર ચપ્પુ વડે કુલ 5-6 પાના સાથે કાપવો, ત્યારપછી એકસમાન દડાનું ગ્રેડિંગ કર્યા પછી બજારમાં વેચવા માટે મોકલવાથી બજારમાં ભાવ સારા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…