fbpx
Fri. Dec 6th, 2019
Loading...

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશનમાં ધાંધિયા મારતા, ખેડૂતોએ મચાવ્યો હંગામો

ગુજરાત રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન ચાલુ થઇ ચુક્યું છે. આજથી લઈ તારીખ 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. હાલ રાજકોટ જિલ્લાના 11 યાર્ડમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યુ છે. રજિસ્ટ્રેશન બાદ તારીખ 1 લી નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે. ખરીદ પ્રક્રિયા સતત 90 દિવસ સુધી ચાલશે. ગુજરાત રાજય સરકાર દ્વારા 1.20 લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ટોટલ 582 ગામમાં વિલેજ સેન્ટર કોમ્પ્યુટર મારફત પણ રજિસ્ટ્રેશન કરવામા આવશે. આ વર્ષે 1018 રૂપિયે મણનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અને ગયા વર્ષે 1000 રૂપિયા ટેકાનો ભાવ રાખવામાં આવ્યો હતો.

કેશોદમાં ખેડૂતોએ હોબાળો મચાવવાનું ચાલુ કર્યું.

જૂનાગઢ જીલ્લાના કેશોદમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી માટે આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. સાત ગામમાં કોમ્પ્યુટરની સુવિધા ન હોવાથી તે દરેક ગામના ખેડૂતોને કેશોદ આવવા કહેવામાં આવ્યું હતુ. અને ખેડૂતો સવારે છ વાગ્યાથી એ.પી.એમ.સી. સેન્ટર પહોંચ્યા હતા. જોકે માર્કેટ યાર્ડ ખાતે નોંધણીની કોઈ વ્યવસ્થા ન જોતા ખેડૂતો ગુસ્સે ભરાયા અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા. અને મામલતદારે જ્યાં સુધી નિવેડો નહી આવે ત્યાં સુધી તડકામાં બેસવાની પણ તૈયારી દર્શાવી.

ગીર સોમનાથના કોડીનારમાં પણ ખેડૂતોએ મચાવ્યો હોબાળો.

ગીર સોમનાથના કોડીનારમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશન કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો મચ્યો છે. જો કે હોબળો વધતા અને વ્યવસ્થાના અભાવે હવે કોડીનારમાં ત્રીજી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ કરવાનો મામલતદારે આદેશ કર્યો છે. અહી કલાકોથી કતારમા બેઠેલા ખેડૂતોએ હોબળો મચાવ્યો હતો. રજિસ્ટ્રેશનમાં વારાને લઇને ખેડૂતોમાં આક્રોશ વ્યાપો છે. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાના અભાવે અવ્યવસ્થા સર્જાઇ હતી. હોબાળો વધતા મામલતદાર અને પોલીસ કેન્દ્ર પહોંચી હતી.

ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. જો કે જૂનાગઢમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અહી તંત્રએ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા અંગે કોઇ જાહેરાત ન કરતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. ખેડૂતો માહિતીના અભાવે માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા. તો અહી આવ્યા બાદ ખેડૂતોએ પોતાના ગામમાં જ રજીસ્ટ્રેશન કરાવવાની સૂચના મળી હતી. તંત્રએ અગાઉથી આ અંગેની જાહેરાત ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકયો હતો.

ખુબ ધીમી ગતિએ કામ

ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા જઈ રહી છે.જોકે આજથી શરૂ થયેલી મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનની કામગીરી મંથર ગતિએ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.એક તરફ લીલા દુષ્કાળથી ખેડૂત ચિંતિત છે. આકાશમાં હજુ પણ વાદળોના ગડગડાટ અને કાળા ડિબાંગં વાદળો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો વહેલી તકે પોતાની મગફળી ટેકાન ભાવે વેચીને મુક્ત થવા માંગે છે.અને આજથી મગફળી ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જોકે જામનગર, કેશોદ અને કોડિનાર સહિતના સ્થળો પર ખેડૂતોએ પ્રથમ દિવસે જ હાલાકી વેઠવી પડી.

ઉનામાં વહેલી સવારથી ખેડૂતોની લાંબી-લાંબી લાઈનો

ઉનામાં તો ગઈ રાતથી જ ખેડૂતો મગફળી રજિસ્ટ્રેશન માટે લાઈનમાં લાગ્યા હતા. વહેલી સવારથી અહી ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ખેડૂતોએ પોતાના હેલ્મેટ. બેગ અને થેલા તેમજ જુતા કતારમાં રાખ્યા હતા. જો કે રાતે કતારો લાગવા છતા સવાર રજિસ્ટ્રેશન હાથ ન ધરાતા ખેડૂતોમાં રોષ વ્યાપો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...