fbpx
Sat. Jul 20th, 2019

ઓનલાઈન શિક્ષકોની હાજરીમાં ફરજિયાત નિયમમાં પહોંચવા જતા સ્કૂલના પ્રિન્સિપાલ એ જીવ ગુમાવ્યો………

નાંદોદના ધાનપુર પાટિયા પાસે બસ નીચે કચડાયેલા રાજસ્થાનના રહેવાસી મહિલા પ્રિન્સીપાલ નો થયુ મોત…

ફરજિયાત 10:30 વાગે શાળામાં પહોંચી ઓનલાઇન હાજરી પુરાવા ની ઉતાવળમાં પોતાનું વાહન લઈ જતા સંગીતાબેન નું વાહન સ્લીપ મારતા એસટી બસ નીચે ઘૂસી ગઈ. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપુર પાટીયા પાસે એસટી બસ નીચે આવી જઈને મોતની બેઠેલા પોઇચા સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ નું મોત થયું હતું. રાજપીપળાના હાઉસિંગ બોર્ડમાં રહેતા સંગીતાબેન વિજયભાઈ દાસ પોતે પોઈચા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

આ સ્કૂલના પ્રિન્સિપાલ મંગળવારે સવારે પોતાની પ્લેઝર ગાડી જીજે 22 બી 6611લઈને ઘરે થી શાળામાં જવા નીકળ્યા હતા. ત્યારે પોઈચા રોડ પર ધનપુર પાટીયા પાસે પહોંચતા વરસાદ પડતો હતો. તેવામાં અચાનક તેમની પ્લેઝર ગાડી માર્ગ ઉપર સ્લીપ થઈ ગઈ. સામેથી વડોદરા થી ઝઘડિયા આવતી ઝઘડિયા ડેપોની એસટી બસ નીચે સંગીતાબેન ઘુસી જતા બસના ટાયર નીચે તેમનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

એક તરફ ભારે વરસાદ ચાલુ હોય અને તેમાં ઉપરથી સરકારના નિયમ મુજબ શિક્ષકોએ સ્કૂલ પર વહેલા પહોંચી ઓનલાઇન હાજરી પુરવા ના કડક નિયમનો પાલન કરવાની ઉતાવળમાં ઝડપથી જતાં સંગીતાબેન નો જીવ ગુમાવ્યો હોવાથી નર્મદા જિલ્લાના શિક્ષક ગણ માં ભારે રોષ સાથે ચર્ચા સંભળાઈ રહી હતી. નર્મદા જિલ્લાના અન્ય શિક્ષક ગણ ઓમાં આ કડક કાયદાને કાઢવાનો રોજ જોવા મળી રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…