પ્રધાનમંત્રી મોદી 100 લાખ કરોડ આ યોજના પાછળ ખર્ચશે- જાણો તમને શું ફાયદો થશે

Share post

પ્રધાનમંત્રી મોદી (pm narendra modi) એ શનિવારના રોજ ભારત દેશને ઝડપી ગતિએ આધુનિકતા તરફ લઇ જવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને નવી દિશા આપવાની જરૂરિયાતને હાકલ કરી છે. ઐતિહાસિક લાલ કિલ્લાના પ્રાચીરથી 74 માં સ્વાતંત્ર્ય દિન પર્વે રાષ્ટ્રને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે  અલગ અલગ કામ કરવાના યુગનો અંત લાવવાનો સમય આવી ગયો છે. આ કારણોસર, સમગ્ર ભારત દેશને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા માટે ખૂબ મોટી યોજના તૈયાર કરવામાં આવી છે. જેનાથી દેશને ખુબ સારો ફાયદો થશે અને લોકોમાં ટેકનોલોજીનું જ્ઞાન પણ વધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, આ જરૂરિયાત નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ (NIP-એનઆઈપી) દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાથે-સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, ‘ભારત દેશ આ યોજના પર 100 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા તરફ આગળ વધી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં આશરે 7000 પ્રોજેક્ટ્સની પણ ઓળખ કરવામાં આવી છે. “પ્રધાનમંત્રી મોદીએ જણાવતા કહ્યું કે, આવનારા એક હજાર દિવસમાં ભારત દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવશે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, “વર્ષ 2014 પહેલા ભારત દેશની માત્ર 5 ડઝન પંચાયત ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં, સમગ્ર દેશમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવ્યા છે. “સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીએ એમ પણ જણાવતા કહ્યું હતું કે, હવે ભારત દેશમાં નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે, જે યોજના અંતર્ગત પ્રધાનમંત્રી મોદીને ‘મેક ઇન ઇન્ડિયા’ના સંબોધનમાં છે.” ‘મેક ફોર વર્લ્ડ’ (વિશ્વ માટે ઉત્પાદન) સૂત્ર પણ સાથે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ આર્થિક નીતિઓમાં સુધારણા અને માળખાગત સુવિધાના વિકાસ સાથે ભારત દેશને વિશ્વ પુરવઠા સાંકળના ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે રજૂ કરવાનો નવો સંકલ્પ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે , “ભારત દેશ ભારત પાસે તેના 10 કરોડ ભારતીયોની શક્તિથી “મેક ફોર વર્લ્ડ” તરફ આગળ વધવાની શક્તિ છે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, ” હવે ક્યાં સુધી આપણા દેશમાંથી કાચો માલ બહાર જશે અને તૈયાર ઉત્પાદન પાછા આવતા રહેશે? ”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, ભારત દેશે આત્મનિર્ભર બનવું જ પડશે અને આનો અર્થ માત્ર આયાત ઘટાડવા જ નહીં પરંતુ આપણી ક્ષમતા, આપણી સર્જનાત્મકતા અને કુશળતામાં વધારો કરવો પણ છે. કૃષિ અને ખેડૂતોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે આપણી કૃષિ પ્રણાલી ખૂબ પછાત હતી. ત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કરોડો દેશવાસીઓનું પેટ કેવી રીતે ભરીશું? પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આપણે ફક્ત ભારતને જ નહિ પરંતુ બીજા ઘણા દેશોને જમાડી શકીએ એટલી તાકાત છે. પહેલેથી જ એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ માળખાગત ભંડોળ બનાવવામાં આવ્યું છે.

પછાત જિલ્લાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, ભારત દેશના ઘણા વિસ્તારો વિકાસની બાબતમાં પણ પાછળ રહી ગયા છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું હતું કે, ‘આવા 110 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓની પસંદગી કરીને, ત્યાં લોકોને ખાસ શિક્ષણ, સારી આરોગ્ય સુવિધાઓ અને રોજગારની વધુ તકો મળે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’ સ્થાનિક, લોકોને કુશળ બનાવવાની ઝુંબેશ, ગરીબી રેખાની નીચે જીવનધોરણમાં આત્મનિર્ભર અર્થતંત્રને ગતિ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા એમ પણ કહ્યું હતું કે, સરકારના સુધારા પરિણામો બતાવી રહ્યા છે અને ગયા વર્ષે ભારતમાં એફડીઆઈ(FDI) રેકોર્ડમાં 18 ટકાનો વધારો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post