પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સાથે જોડાઈને દર મહિને 55 રૂપિયા રોકી 3000 રૂપિયા મેળવો

Share post

જો તમારી કમાણી ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી છે અને તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો તો તમે મહિને ફક્ત ૫૫ રૂપિયા નું રોકાણ કરીને ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન ના હકદાર છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજનાનો ઉપયોગ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કરી શકે છે. રિક્ષાચાલક, ઘરેલું નોકર અને મિસ્ત્રી જેવા કામ કરનારા લોકો આ સ્કીમ નો લાભ સરળતાથી લઇ શકે છે.

કોણ જોડાઈ શકે?

આપ કિંમત તમે ક્યારેય જોડાઈ શકો કે જ્યારે તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવ. આ ઉપરાંત તમારી ઉંમર 18 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારી માસિક આવક 15 હજારથી ઓછી હોવી જોઈએ.

કોણ લાભ લઇ શકે નહીં?

સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરનારા લોકો તેમનું પીએફ અને પીએસઆઇ કપાતું હોય, તેવા લોકો આ યોજનાનો લાભ લઇ શકશે નહીં. આવકવેરાની સીમા માં આવતા લોકો પણ આ સ્કીમનો લાભ લઇ શકે નહીં.

કઈ રીતે ખોલવસોં એકાઉન્ટ?

આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત આધાર કાર્ડને બેન્કમાં બચત ખાતું હોવું જરૂરી છે. કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે આ સ્કીમ સાથે જોડાઈ શકશો. પહેલો હપ્તો તમારે રોકડથી ચૂકવવો પડશે, ત્યારબાદ બેંક માંથી હપ્તો કપાશે.

મૃત્યુ થતા પતિ કે પત્ની ને અડધું પેન્શન

આ એક એવી સ્કીમ છે જેમાં પોતાની મરજીથી યોગદાન આપવાનું હોય છે. જે અંતર્ગત ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયા મળે છે, પરંતુ જો વ્યક્તિ નું મૃત્યુ થાય તો વ્યક્તિની પતિ કે પત્ની તેમજ પરિવારના સભ્યને અડધું પેન્શન મળે છે.

દર મહિને કેટલા રોકાણ ની જરૂર?

આ યોજના હેઠળ ઉંમર અનુસાર દર મહિને રોકાણની રકમ નક્કી કરવામાં આવે છે જેમ કે ૧૮ વર્ષની ઉંમરના વ્યક્તિ માટે દર મહિને 55 નક્કી કરેલ છે. ૧૯ વર્ષની ઉંમર પર તમારે દર મહિને 58 રૂપિયા તેમજ ૨૦ વર્ષની ઉંમરે 60 રૂપિયા અને ૨૯ વર્ષની ઉંમર પર 100 રૂપિયા અને ૪૦ વર્ષની ઉંમર પર 200 રૂપિયા દર મહિને રોકવાના રહેશે.

હપ્તો ચુક્યા તો?

જો તમે એક જ હપ્તો ચૂકી જાવ છો તો આગલા મહિને તે રકમ ચુકવીને પણ સ્કીમ શરૂ રાખી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post