શાકભાજીના ભાવોમાં જંગી વધારો- જાણો કઈ શાકભાજી કેટલી મોંઘી થઇ

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોતની સાથે જ ઘણાં લોકોનાં ધંધા પણ ભાંગી પડયા છે. સમગ્ર રાજ્યમાં અનલોકનો અમલ થતાં જ બધી જ ચીજવસ્તુઓનાં ભાવમાં ઘણો વધારો જોવાં મળી રહ્યો છે.

જમાલપુર APMC માર્કેટ બંધ હોવાને લીધે શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયાં છે. કોરોનાને લીધે જમાલપુર શાકભાજી માર્કેટ પણ બંધ રહ્યું છે. ત્યારે વેપારીઓને ખુબ જ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના કહેરની વચ્ચે માત્ર 1 મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

31 જુલાઇએ જેતલપુર માર્કેટ બંધ થયું હતું. જો, કે તેનાં પછી પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન થતા જ ખેડૂતોને પણ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે.શાકભાજી ક્યા વેચવા માટે જવું એ સૌથી મોટો પ્રશ્ન હતો. તાજેતરમાં જ ઘણાં ખેડૂતો આજે શાકભાજી લઇને જમાલપુર માર્કેટ પહોંચ્યા હતાં.

જમાલપુર માર્કેટમાં પણ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જો, કે હવે માર્કેટ બંધની અસર સીધી જ ગ્રાહકોનાં ખિસ્સા પર પણ પડી રહી છે. અમદાવાદમાં શાકભાજીનાં વધુ પડતાં ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. જેનાંથી લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

કિલોગ્રામ દીઠ તમામ શાકભાજીનાં ભાવમાં ભડકો થયેલો જોવા મળ્યો છે. જેનાંથી ગૃહિણીઓને ઘરનું બજેટ ગોઠવવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે.જો, કે બીજાં શાકભાજીની સરખામણીએ ટામેટા, બટાકા તથા લીંબુનાં ભાવ પણ સામાન્ય થઈ ગયાં છે.

હાલમાં કિલો લીંબુનો ભાવ કુલ 50-60 રૂપિયા, ટામેટાનો ભાવ કુલ 50-60 રૂપિયા તથા બટાકાનો ભાવ કુલ 35-40 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. તો બીજી શાકભાજીનાં ભાવો પણ ઘણા જ વધારે છે. ગિલોડા કુલ 80 રૂપિયે કિલો, વટાણા કુલ 200 રૂપિયે, તુવેર કુલ 160 રૂપિયે, ચોળી કુલ 120 રૂપિયા ચાલી રહ્યો છે.

જયારે ભીંડા કુલ 80 રૂપિયે, ગવાર કુલ 100 રૂપિયે, દૂધી કુલ 50, કોબી કુલ 50, કારેલા કુલ 80, પરવળ કુલ 80, વાલોળ કુલ 120, ફણસી કુલ 100 તથા રીંગણ કુલ 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે, કે અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ હજી પણ બંધ રહેલી છે. એને ખોલવા માટે બાબતે હજી કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post