હવે રસ્તાઓ પર રખડતી ગાયોથી મળશે મુક્તિ -દેશમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે કામ…

Share post

દેશમાં મોટા ભાગના લોકો પશુપાલન કરીને પોતાનું જીવન ગુજારતા હોય છે. ત્યારે અમુક ગાય કે ભેંશ દૂધ ન આપતા રોડ-રસ્તા પર મૂકી દેવામાં આવતી હોય છે. આવી ગાય કે ભેસ ના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઇ જતો હોય છે. ત્યારે હાલમાં એક ખુબ જ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત એવી ડેરી શરૂ કરાશે જ્યાં દૂધ ન આપતી ગાયોને રખાશે. તેને ડ્રાય ડેરી તરીકે ઓળખાશે.

આ ડ્રાય ડેરીમાં ગૌપાલક ન ફક્ત છાણમાંથી ખાતર તૈયાર કરશે અને આર્થિક નફો રળશે પણ સાથે જ ગૌમૂત્રનો પ્રયોગ પણ ખાતર તથા બીજા અન્ય સ્વરૂપોમાં કરવામાં આવશે. તેનાથી ગાયને ખુલ્લામાં ફરવા કે રખડતી ગાયોની સમસ્યાથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. વર્ષના અંત સુધીમાં ધાર્મિક શહેર મથુરા અને વારાણસીમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ ડેરી ખોલવામાં આવશે, પ્રયોગ સફળ રહ્યા બાદ તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે.

પશુપાલક વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ગૌપાલકોને તેની ટ્રેનિંગ આપવામાં આવશે. ગૌપાલક ફોસ્ફેટ રિચ મટીરિયલ નાખીને ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર બનાવશે. જે ડીએપીનો વિકલ્પ બનશે. આ રીતે છાણાંની સાથે નાઈટ્રોજન મિલાવીને તૈયાર કરેલ ખાતર યુરિયાનો વિકલ્પ બનશે. યોજના જ્યારે દેશભરમાં લાગુ કરાશે તો તેના પછી ખાતર માટે મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે પણ વાતચીત કરાશે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ આ મુદ્દે મંથન કરી રહ્યું છે. પશુપાલકોને આર્થિક મદદ પણ કરવામાં આવી શકે છે.

પશુપાલક વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં આશરે 30 કરોડ પશુ છે જેમાં 19 કરોડ ગાય છે. જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી તો તેને ખેડૂતો પોતાની પાસે રાખે છે અને પછી દરરોજનો ખર્ચ ન સહન ન કરી શકવાને લીધે તેને છોડી મૂકે છે. આવી જ ગાયોને ડેરીમાં રખાશે. તેમણે કહ્યું કે સ્વસ્થ ગાય જેને યોગ્ય માત્રામાં ભોજન આપવામાં આવે તો તે દિવસમાં 10 કિલો છાણા આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post