fbpx
Thu. Aug 22nd, 2019

15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી મોદી કરશે ખેડૂતો માટે લાભદાયી યોજનાની જાહેરાત જાણો વધુ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના દિવસે ખેડૂત પેન્શન યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે.કૃષિ સચિવ એ રાજ્યોને પત્ર લખી સ્કીમ લાગુ કરવા માટેની યોજના તૈયાર કરવાનો આદેશ કર્યો છે. આ પેન્શન યોજનાનો લાભ લગભગ 12 થી 13 કરોડ ખેડૂતોને મળશે. સરકાર પહેલા ચરણમાં પાંચ કરોડ ખેડૂતો સુધી પહોંચશે. 18 થી 40 વર્ષ સુધીની ઉંમર વાળા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકશે. તેમને 60 વરસ પુરા થયા બાદ ત્રણ હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે.જો ટેન્શન મેળવનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્ની ને ૫૦ ટકા રકમ મળતી રહેશે.આ યોજના પાછળ સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ખેડૂત પેન્શન યોજના ની તૈયારીઓ પૂરી.

પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે શરૂ કરી શકે છે ખેડૂત પેન્શન યોજના. કૃષિ સચિવે રાજ્યોને તૈયારી કરવા માટે આદેશ કર્યા છે. એલ.આઇ.સી ખેડૂતોના પેન્શન ફંડને મેનેજ કરશે.આવતા અઠવાડિયે તેના માટે રજીસ્ટ્રેશન ની શરૂઆત થશે.

શું છે આ યોજના.?

પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના અંતર્ગત હવે 60 વર્ષની ઉંમરમાં ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે.પ્રધાનમંત્રી ખેડૂત પેન્શન યોજના અંતર્ગત ૧૨ કરોડ લોકો આવરી લેવાશે. પ્રથમ ચરણમાં પાંચ કરોડ ખેડૂતોને લાભ મળશે. તેમાં ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતોને સામેલ કરવામાં આવશે. 60 વર્ષ બાદ 3000 રૂપિયા ખેડૂતને કનેક્શન આપવામાં આવશે. તેમાં ૧૮ વર્ષના ખેડૂતને સો રૂપિયા માસિક આપવાના રહેશે. તેટલી જ રકમ સામે સરકાર પણ ભેલવશે.

જો ખેડૂત દર મહિને સો રૂપિયા જમા કરાવશે તો સરકાર તેમાં દરેક મહિને સો રૂપિયા જમા કરાવશે. આ રીતે ૬૦ વર્ષની ઉંમર બાદ તેને ત્રણ હજાર સુધીનું પેન્શન મળશે. આ યોજના પાછળ લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

ક્યાંથી મળ્યો આ વિચાર.

જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ખેડૂતોને ટેન્શન આપવાનું વચન કહ્યું હતું તે વચન આપ્યું હતું હરિયાણામાં. બીજેપી શાસિત રાજ્ય હરિયાણામાં ત્યાંના બીજેપી અધ્યક્ષ સુભાષ બદલા ના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી હતી.

આ કમિટીએ ઘણો અભ્યાસ કર્યા બાદ ખેડૂતોને પેન્શન આપવાનો વિચાર રજૂ કર્યો હતો. હરિયાણા સરકારે બદલા ના આસુ જાવને માનતા ફેબ્રુઆરીમાં રજૂ થયેલા પોતાના બજેટમાં તેની જાહેરાત કરી દીધી. તેના માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.તેના અંતર્ગત પાંચ એકર સુધી જમીન વાળા ખેડૂતો ને પેન્શન આપવામાં આવશે.