પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર- સરકારે કર્યો આ મોટો ફેરફાર

Share post

હાલ ભારતના ખેડૂતોની હાલત કફોડી બની રહી છે, જેના કારણે સરકાર અવારનવાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બહાર કાઢતી હોય છેમ જેનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે ખેડૂતો સક્ષમ બને અને ખેડૂતોને આર્થિક રીતે મદદ અને સહાય પૂરતા પ્રમાણમાં મળી રહે. હાલ ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી ખેડૂત યોજના એટલે કે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan mantra Kisan Samman Nidhi Scheme)’માં પારદર્શિતા રાખવાનો પુરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખોટા લોકોના ખાતામાં ગયેલા પૈસા પાછા પણ લેવામાં આવી રહ્યા છે. બધુ સાફ-સૂથરું થાય તેના માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે. હવે લાભાર્થીઓની પાત્રતા જાણવા માટે 5 ટકા ખેડૂતોનું વેરિફિકેશન થશે. એટલે કે જે યોજનાના નામે ખોટી રીતે સરકાર પાસેથી રૂપિયા લેતા લોકો સામે સરકારે આ ખાસ પગલું ભર્યું છે.

કૃષિ મંત્રાલયે જણાવતા કહ્યું હતું કે, જિલ્લા કલેક્ટર હેઠળ વેરિફિકેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. એટલે ખોટી જાણકારી આપીને જો તમે પૈસા લઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો અથવા તો 5 ટકા ફિઝિકલ વેરિફિકેશનમાં ફસાઈ જશો અથવા તો મોડે મોડા તમારા અકાઉન્ટમાંથી પૈસા લઈ લેવામાં આવશે. મોદી સરકારનો પ્રયત્ન છે કે પૈસા યોગ્ય પાત્રતાવાળા લોકોના હાથમાં જાય. જેના કરને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે.

વેરિફિકેશન માટે જિલ્લા સ્તર પર એક સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. સાથે-સાથે મંત્રાલયે જણાવતા કહ્યું છે કે, ગુજરાત રાજ્યમાં આ યોજના નોડલ અધિકારીઓ દ્વારા નિયમિત રીતે વેરિફિકેશનની પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવશે. જો જરૂરી જણાય તો બહારની એજન્સીઓને પણ આ કામમાં સામેલ કરો. માત્ર એ જ લોકોનું જ વેરિફિકેશન કરવામાં આવશે જે લાભ મેળવી ચૂક્યા છે.

2019ના ડિસેમ્બર સુધીમાં મોદી સરકાર 8 રાજ્યોના 1 લાખ 19 હજાર 743 લાભાર્થીઓના ખાતાઓમાંથી આ યોજના હેઠળ પૈસા લઈ ચૂકી છે. કેમ કે લાભ લેનારાઓના નામ અને આપવામાં આવેલા કાગળો સાથે મળતા નહોતા. એટલે આ યોજના હેઠળ પૈસા લેવડ-દેવડ(ટ્રાન્ઝેક્શન)ની પ્રક્રિયાને સંશોધિત કરીને હવે વધુ મજબુત અને સિક્યોર કરવામાં આવી છે. વેરિફિકેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી છે જેથી આ પ્રકારની ઘટના ફરી ન થાય. અને ખેડૂતોના નામે ખોટો વ્યક્તિ પૈસા ઉપાડી ના લે.

વેરિફિકેશન કઈ રીતે કરશો?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓના ડેટાના આધારે વેરિફિકેશનને પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. જો સંબંધિત એજન્સીને મળેલા ડિટેઇલ્સમાં આધાર સાથે સમાનતા નહીં મળે તો સંબંધિત રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના એ લાભાર્થીઓની જાણકારીમાં સુધાર કે બદલાવ કરવો પડશે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય (Ministry of Agriculture) રાજ્યોને એક પત્ર લખીને કહી ચૂક્યું છે કે જો અપાત્ર લોકોને લાભ મળવાની માહિતી મળે છે તો તેમના પૈસા પાછા લેવા પડશે. યોજનાના CEO વિવેક અગ્રવાલના જણાવ્યા અનુસાર, આટલી મોટી યોજના છે તો ગડબડીની સંભાવના રહે છે. જો અપાત્ર લોકોના ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે તો તેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાછા લેવામાં આવશે.

બેન્ક એ પૈસાને અલગ અકાઉન્ટમાં નાંખશે અને સરકારને રિટર્ન કરશે. રાજ્ય સરકારો અપાત્ર લોકો પાસેથી પૈસા પાછા લઈને http://bharatkosh.gov.in/ માં જમા કરાવશે. બીજો હપ્તો- જમા થયા પહેલા એવા લોકોના નામ હટાવી દેવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post