બટાકાની ખાસ પ્રકારની જાતનું ઉત્પાદન દ્વારા ગુજરાતનો આ પટેલ ખેડૂત પરિવાર કરી રહ્યો છે કરોડોની કમાણી

Share post

હાલમાં રાજ્યના મોટાભાગના ખેડૂતો ખેત્રીમાં વિવિધ પાક તેમજ ફળનાં ઉત્પાદનમાંથી ઉંચી કામની કરી રહ્યા છે ત્યારે હાલમાં રાજ્યમાંથી ફરી એકવાર સફળ ખેડૂતની કહાની સામે આવી રહી છે.  ગુજરાતમાં કુલ 10 સભ્યો ધરાવતો એક પરિવાર હાલમાં કરોડોની કમાણી કરી રહ્યો છે એ પણ માત્ર બટેકાની ખેતી કરીને.

દર વર્ષે ખાસ પ્રકારના કુલ 20,000 મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન કરી વર્ષે કુલ 25 કરોડની કમાણી કરી રહ્યો છે આ પરિવાર. અરવલ્લી જિલ્લામાં આવેલ દૌલપુર કામ્પા ગામમાં રહેતા જિતેશ પટેલ એક ખેડૂત છે. એમણે કૃષિ વિજ્ઞાનના અભ્યાસનો ઉપયોગ બટાકાની લેડી રોસેટા (LR)પ્રકારની ખેતીમાં કર્યો હતો.

બટાકાની LR જાતનો ઉપયોગ ચિપ્સ તથા વેફર્સ બનાવવા માટે વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. હાલમાં આ પટેલ પરિવાર બાલાજી તથા ITC જેવી મોટી ચિપ્સ બનાવતી કંપનીઓને બટાકાની સપ્લાઈ કરી રહ્યા છે. જિતેશનો પરિવાર છેલ્લા 26 વર્ષથી બટાકાની ખેતીનું કામ કરી રહ્યો છે.

જિતેશ જણાવતાં કહે છે કે, વર્ષ 2005માં જ્યારે મેં કૃષિ વિજ્ઞાનમાં Mscનો અભ્યાસ પૂરો કર્યો હતો ત્યારે મારો ધ્યેય ખેતી વ્યવસાયમાં પાછો આવવાનો હતો. પહેલા મારો પરિવાર બટાકાની ટેબલ વેરાઈટીની ખેતી કરી રહ્યો હતો, મેં એમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો.

વર્ષ 2007માં જિતેશ પટેલે LR જાતના બટાકાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. એ સમયે કુલ 10 એકર જમીન પર બટાકાની ખેતી કરી રહ્યા હતા. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઉત્પાદન સારું થવા લાગ્યું તો એમણે પરિવારને આ ખેતીમાં સમાવેશ કરવાનો વિચાર કર્યો હતો.

ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટનું માનવું છે કે, LR ક્વોલિટીના બટાકાની માંગ ચિપ્સ બનાવતી કંપની કરતી રહે છે. વર્ષ 2019માં ગુજરાતમાંથી LR જાતના કુલ 1 લાખ ટન બટાકા ઈન્ડોનેશિયા, કુવૈત, ઓમાન તથા સાઉદી અરબ જેવા મોટા માર્કેટમાં નિકાસ કરવામાં આવ્યા.

જિતેશે જણાવતાં કહ્યું હતું કે, એના પરિવારના કુલ 10 સભ્યો વિવિધ કામમાં એક્સપર્ટ રહેલા છે. કોઈ બ્રીડિંગ, કોઈ માઈક્રોબાયોલોજી તો કોઈ પેથોલોજીમાં. LR ક્વોલિટીના બટાકા ચિપ્સ બનાવતી કંપની કુલ 17 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ પર ખરીદિ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post