શ્રાવણ મહિનો શરૂ થતા દરરોજ ખવાતા બટાટા અને ટામેટાના ભાવમાં ઉછાળો- જાણો ક્યા પંહોચી કિંમત

Share post

ગઈકાલે જ શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ચુકી છે. અને હાલના સમયમાં કોરોના વાયુવેગે સમગ્ર ગુજરાતમાં વધી રહ્યો છે. અને હાલના સમયમાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાથી પરિસ્થતિ બગડતી જઈ રહી છે. એકતરફ લોકોના ધંધા બંધ થઇ ગયા છે અને લોકો ઘરે બેસી ગયા છે. કોઈ તરફથી લોકોને થોડી પણ આવક નથી અને એવામાં શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ઘરમાં રોજ ખવાતા ટામેટા અને બટાટાના ભાવમાં વધારો થયો છે.

હાલ અમદાવાદમાં એકતરફ કોરોના વાયુવેગે વધી રહ્યો છે અને અહિયાં બીજી તરફ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. શ્રાવણ મહિનો શરૂ થતા અને સપ્લાયમાં અવરોધ ઉભો થતા અમદાવાદ શહેરમાં શાકભાજી વધુ મોંઘી બની રહી છે. જેમાં ખાસ કરીને બટાટા અને ટામેટા જેવી શાકભાજીનો સમાવેશ થાય છે.  બટાટાના ભાવ ગયા વર્ષની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયા છે. બટાકાની સાથે-સાથે ટામેટાના ભાવમાં પણ આશરે ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે, ટામેટાના છૂટક ભાાવ 100 રૂપિયા કિલોની નજીક છે. આદુ, લસણ અને ફ્રેન્ચ બીન્સના ભાવ પહેલાથી કિલોએ 100 રૂપિયાને પાર કરી ગયા છે. અને હાલ રોજ ખવાતા શાકભાજી પણ ધીમે ધીમે મોંઘા થઇ રહ્યા છે.

અમદાવાદ કૃષિ પેદાશ બજાર સમિતિના સેક્રેટરી દીપક પટેલે જણાવતા કહ્યું હતું કે, “શ્રાવણ મહિનાની શરૂઆત સાથે બટાટાની માંગમાં પણ વધારો થયો છે, પરિણામ સ્વરૂપે બટાટાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. બટાટા અને ટામેટા સહિત ઘણા શાકભાજીનો પુરવઠો ઓછો છે.” દીપક પટેલે જણાવતા હતું કે, “જથ્થાબંધ બજારમાં બટાટાના ભાવમાં વધારો થશે, જ્યારે ટામેટાનો ભાવમાં ઘટાડો થશે. સાથે-સાથે દીપક પટેલે ઉમેરતા કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન લોકોએ ડુંગળી અને બટાટાનો ઘરમાં સ્ટોક કરતા તેની માંગમાં વધારો થયો છે જ્યારે લીલા શાકભાજીની માંગ ઘટી છે.”

જેતલપુર એપીએમસી(APMC)ના એક વેપારીએ જણાવતા કહ્યું હતું કે, “હાલ કોરોના વચ્ચે શાકભાજીનો પુરવઠો ઓછો થઇ રહ્યો છે. છૂટક વેપારીઓને જેતલપુરની મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. વેપારીના માર્ગ પરિવહનનો ખર્ચ થવાને કારણે પણ શાકભાજીના છૂટક ભાવ વધી રહ્યા છે. વેપારીએ જણાવતા કહ્યું હતું કે, ટામેટાની અછત સાથે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાની માંગ વધી રહી છે અને તેમની અછત થઇ રહી છે જેના કારણે ટામેટાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. એક મહિના પહેલા શહેરમાં દરરોજ 25 ટ્રક આવતા હતા, જ્યારે ભાવ 10 રૂપિયાથી 20 રૂપિયા હતા ત્યારે શુક્રવારના રોજ ફક્ત 15 ટ્રક જ આવ્યા હતા. ટામેટા માટે મહારાષ્ટ્ર અને બેંગ્લોર રાજ્ય પર નિર્ભર છે. પુરવઠો ઓછો હોવાને કારણે ભાવમાં વધારો થઇ રહ્યો છે.”

બટાટાના વેપાર માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ ડીસા એપીએમસી(APMC)ના સેક્રેટરી અમૃત જોશીએ જણાવતા કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશમાં પાક નિષ્ફળ ગયો હોવાને કારણે ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે બટાટાની કિંમતો વધારે છે. લોકડાઉન દરમિયાન બટાટા, ડુંગળી અને ટામેટાની માંગમાં વધારો થયો હતો અને કોલ્ડ સ્ટોરેજમાંથી સ્ટોક બજારમાં વેચાયો હતો. જાેકે, હવે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ માંગ વધી રહી છે.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post