ફેશન ઇન્ડસ્ટ્રીની નોકરી છોડીને આ મહિલાએ  શરૂ કર્યો ગાયનાં દેશી ઘીનો બિઝનેસ, પહેલાં જ વર્ષે કરી એટલી કમાણી કે…    

Share post

શિપ્રા શાંડિલ્ય એ 90ના દાયકામાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ઝળહળતું નામ હતું પરંતુ કુલ 19 વર્ષ સુધી ફેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અચાનક જ એક દિવસ એ ગ્લેમરની દુનિયાને છોડી ગામ બાજુ પાછી વળી ગઈ. છેલ્લાં કુલ 7 વર્ષથી એ ગ્રામીણ વિસ્તારોમાં જ રહીને અહીંના લોકોની સાથે કામ કરી રહી છે. શિપ્રાએ બનારસ તથા આજુબાજુનાં ગામોની મહિલાઓનું એક ફર્મ બનાવ્યું છે, જેનું નામ પ્રભૂતિ એન્ટરપ્રાઇઝ રાખવામાં આવ્યું હતું.

હવે તે એના દ્વારા અંદાજે 12 પ્રકારની વિવિધ ફૂડ-પ્રોડક્ટ્સને તૈયાર કરી રહી છે. શરૂઆતમાં ગાયના શુદ્ધ દેશી ઘી સાથે કરી હતી પરંતુ ત્યારપછી રાગી, બાજરા જેવાં બિન-પ્રિઝર્વેટિવ કૂકીઝ પણ બનાવવા લાગી. પોતાની બેકરીમાં ગામની કુલ 15 મહિલાને રોજગાર આપીને શિપ્રા એમને આત્મનિર્ભર બનાવી રહી છે. આની સાથે જ કુલ 450થી પણ વધારે નાના ખેડૂતોની સાથે પણ સીધા સંપર્કમાં રહેલી છે, જે એમને દર મહિને કુલ 30,000 લિટર ગાયનું દૂધ આપે છે.

ખુબ ઝડપથી આજુબાજુના જિલ્લાના કુલ 700 ખેડૂતને પણ જોડવાની યોજના રહેલી છે.શિપ્રા જણાવતાં કહે છે કે, આમાં અંદાજે કુલ 10 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાંથી કુલ 8 લાખ રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત લોન રૂપે લીધા હતા. ગયા નાણાકીય વર્ષમાં કુલ 24 લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું, જેને આગામી વર્ષે કુલ 4 ગણું કરવાની યોજના રહેલી છે.

આધ્યાત્મ બાજુ રુચિ વધી તો અહેસાસ થયો કે ફેશન ઈન્ડસ્ટ્રીમાં તો ગંદકી રહેલી છે :
પોતાના શરૂઆતના દિવસો બાબતે શિપ્રા જણાવતાં કહે છે કે, મારા પપ્પા BSFમાં હતા, એ સમયમાં અમે નોઈડામાં રહેતા હતા. મેં 12મા ધોરણ બાદ ડિસ્ટેન્સથી અભ્યાસ કર્યો હતો. મેં હંમેશાં પુસ્તકોમાં વાંચ્યું તથા સફળ લોકો પાસેથી એવું પણ સાંભળ્યું હતું કે, પેશનને જ પ્રોફેશન બનાવવું યોગ્ય રહે છે એટલે મેં 12મા ધોરણ બાદ પત્રાચારથી ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો હતો.

કોર્સ કર્યાં બાદ મારી પાસે જોબ ઓફર પણ આવવા લાગી હતી પરંતુ મારે તો મારું પોતાનું કરવું હતું એટલે ગેરેજમાં પોતાનો એક નાનો સ્ટોર બનાવીને શરૂઆત કરી. આ દરમિયાન શિપ્રાને અનુભવ થવા લાગ્યો હતો કે, ફેશન ઈન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત ઈન્ડસ્ટ્રીમાંની એક છે. આની સાથે જ અહીં મોટાપાયે કારીગરોનું શોષણ કરવામાં આવે છે.

એમને એમના કામ પ્રમાણે યોગ્ય વળતર મળતું નથી. ત્યારપછી એક સમય એવો આવ્યો કે, જ્યારે શિપ્રાને લાગ્યું કે, હવે કંઈક કરવાની જરૂર રહેલી છે. કુલ 19 વર્ષ બાદ વર્ષ 2011માં એ નોઈડામાં પોતાનો સફળ બિઝનેસ છોડીને બનારસમાં આવી ગઈ. તેઓ જણાવતાં કહે છે કે, જ્યારે હું ગામમાં આવી તો બધા લોકો મને ગાંડી સમજતા હતાં.

બનારસ આવીને નક્કી કર્યું કે એવો બિઝનેસ શરૂ કરીશ કે જેનાથી લોકોને ખુશી મળે :
વર્ષ 2013માં અહીં મહિલાઓની આવડતને જોઈ કે, તેઓ કેવી રીતે જાપમાળા તથા વિવિધ પ્રકારની માળાઓ તૈયાર કરે છે. શિપ્રાએ વિચાર્યું કે, જે માળાથી લોકો ભગવાનનું ધ્યાન કરે છે એ માળા રસ્તાના કાંઠે મળી છે. ત્યારબાદ એમણે ‘માલા ઈન્ડિયા’ના નામથી એક બિઝનેસની શરૂઆત કરી. આ બિઝનેસમાં શિપ્રાએ અંદાજે 100 મહિલાને એકત્ર કરી હતી. આ પ્રોડક્ટ્સને ભારત સહિત વિદેશો સુધી પણ પહોંચાડવામાં આવી છે પણ કસ્ટમના નિયમોમાં ફેરફાર બાદ એક્સપોર્ટનો ખર્ચ વધી ગયો તો શિપ્રાને લાગ્યું કે, આ બિઝનેસમાં વધારે ફાયદો થઈ શકશે નહી.

ગાયનું દેશી ઘી બનાવવાનું શરૂ કર્યું  તો માંગ એટલી વધવા લાગી કે સપ્લાઇ ઓછું પડવા લાગ્યું :
શિપ્રાએ નક્કી કર્યું કે, કંઈક એવું કરવામાં આવે કે જેનાથી ગામમાં રહેતા તમામ પરિવારને એક કરી શકાય તથા એ પણ કોઈ પ્રકારના ખર્ચ વિના જ કામની શરૂઆત કરી શકાય. આ વિચારની સાથે વર્ષ 2019માં શિપ્રાએ પ્રભૂતિ એન્ટરપ્રાઈઝ શરૂ કર્યું હતું. શિપ્રા જણાવતાં કહે છે કે, મેં વિચાર્યું કે એવી કઈ વસ્તુ છે કે, જે તમામ ગ્રામીણ ઘરમાં બને છે? ત્યારબાદ ખબર પડી કે, મોટા ભાગના ખેડૂત પરિવાર ગાયો-ભેંસો રાખે જ છે તો મેં ઘરે બનાવેલ શુદ્ધ ઘી ને જ માર્કેટ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.

આની માટે શિપ્રાએ કુલ 55,000ના ખર્ચે દૂધની ક્રીમ કાઢવાનાં મશીનની ખરીદી કરી હતી. જ્યાં ખેડૂત દૂધમાંથી ક્રીમ કાઢી લેતા, ત્યારપછી એ જ મલાઈમાંથી પારંપરિક રીતે શુદ્ધ દેશી ઘી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં BHUના કેમિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટે પણ સપોર્ટ કર્યો હતો. શરૂઆતમાં જાણીતા લોકોની પાસેથી આ ઘીનો ફીડબેક લીધો હતો. ત્યારપછી એને ‘કાશી ધૃત’ નામ આપીને બજારમાં બહાર પાડ્યું હતું. બજારમાં ઓર્ગેનિક દુકાનો પર આ ઘીને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

શિપ્રા દર મહિને અંદાજે 100 કિલો દેશી ઘી તૈયાર કરે છે પણ એની માંગ ખુબ જ વધી ગઈ છે. હવે તે આજુબાજુના જિલ્લાનાં ખેડૂતોને પણ જોડી રહી છે. જેને લીધે વધુ પ્રમાણમાં ગાયનું દૂધ મળી શકે,જેનાથી તે ઘી તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરી શકે. કુલ 30 લિટર દૂધની મલાઈમાંથી 1 કિલો ઘી તૈયાર થાય છે.  હાલમાં તો શિપ્રા કુલ 3 પ્રકારનાં ઘી એટલે કે, સામાન્ય દેશી ઘી, બ્રાહ્મી ઘી, શતાવરી ઘી બનાવી રહી છે. આ ઘીની કિંમત કુલ 1,450 રૂપિયાથી લઈને 2,460 રૂપિયા કિલો સુધીની હોય છે.

માર્કેટની માંગ જોઈને જ બિઝનેસ પ્લાન પર કામ કરો :
શિપ્રા જણાવતા કહે છે કે, કોઈપણ બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં એ ધ્યાન રાખવું જોઈએ કે, માર્કેટમાં કેવા પ્રકારની વસ્તુની માંગ રહેલી છે, એ મુજબ બિઝનેસ પ્લાન પર કામ કરો. શિપ્રાની યોજના છે કે, એની પ્રોડક્ટ્સ સમગ્ર દેશમાં પહોંચે તથા તે વધારેમાં વધારે મહિલાઓને રોજગાર આપી શકે.

શિપ્રા જણાવતાં કહે છે કે, એ જરૂરી નથી કે તમારી પાસે રૂપિયા હોય ત્યારે જ તમે બિઝનેસની શરૂઆત કરી શકો છો. સરકારની બધી યોજનાઓ છે. બસ, એને યોગ્ય રીતે સમજીને એના માટે અરજી કરવાની જરૂર રહેલી છે. જો, કોઈપણ વ્યક્તિ પોતાના બિઝનેસની શરૂઆત કરવાં માંગે છે તો અમે એમને બધાં જ પ્રકારે વિના મૂલ્યે મદદ કરીએ છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post