આ વર્ષ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું- ખરીફ પાકોમાં વધારેમાં વધારે ઉત્પાદન થવાની સંભાવના

Share post

હાલ દેશભરમાં આશા કરતા પણ વધારે વરસાદ થઇ રહ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જામ્યો છે. આ વરસાદથી ખેડૂતોએ વાવણીમાં પણ ઉતાવળ રાખી છે. જેનાથી તમામ પાકની વાવણી ૧૦૦૦ લાખ હેક્ટર ને પાર ચાલી ગઈ છે.સત્તાવાર આંકડાઓ અનુસાર ખરીફ પાકની વાવણીના સિઝનમાં એવરેજ લગભગ 95.23 ટકા વિસ્તારોમાં વાવણી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે ગયા વર્ષની તુલનામાં લગભગ 9 ટકા વધારે વાવેતર થયું છે. જેનાથી ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, 14 ઓગસ્ટ સુધી ખરીફ પાકોની વાવણી 1015 લાખ હેક્ટરમાં પૂર્ણ થઈ ચૂકી છે. જે ગયા વર્ષ કરતા 8.54 ટકા વધારે છે. આ સિઝનમાં તમામ પાકોની વાવણી એવરેજ 1066 લાખ હેક્ટરમાં થઇ છે આ ઉપરાંત હજુ પણ વાવણીયો ચાલુ જ છે. દેશમાં આ વર્ષે મુખ્યત્વે તલ તેમજ તેની સાથે સાથે અનાજ અને કપાસની ખેતીમાં ખેડૂતોને વધારે રસ દાખવ્યો છે. ગયા વર્ષની તુલનામાં મુખ્યપાકો પણ ગયા વર્ષ કરતા ૧૪ ટકા વધીને 351 લાખ હેક્ટર થઈ ચૂક્યું છે. સૌથી વધારે મગફળીના પાકમાં વધારો થયો છે.

જે ગયા વર્ષ કરતા 41 ટકાથી વધીને 49 લાખ હેક્ટર થઈ ગયું છે. આમ જોવા જઈએ તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વાવણી વધારે થઈ ગઈ છે. આ ઉપરથી કહી શકાય કે ચોમાસુ વહેલું આવી ગયું હોવાને કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં વધારે પેદાશ મળવાની સંભાવના છે. હાલ મેઘરાજાએ પણ દરેક ક્ષેત્રોમાં મન મુકીને વરસ્યા છે. જેના કારણે હાલ ખેડૂતો ખુબ ખુશ છે. અને ખેતી પણ સારી થઇ રહી છે. વરસાદી માહોલ વચ્ચે આવનારા સમયમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે…

હાલ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસ રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગની આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post