ઇઝરાયલની આ ખાસ પદ્ધતિ દ્વારા આ “ગરીબ” ખેડૂતભાઈએ ફક્ત 3 એકરમાંથી કરી એક કરોડની કમાણી -જાણો કેવી રીતે?

Share post

હાલના સમયમાં મોટાભાગના લોકો ખેતી કરીને ગુજરાન ચલાવતા હોય છે. જયારે અમુક લોકો ખેતી કરીને કરોડો રૂપિયા પણ મેળવી રહ્યા છે. ત્યારે આજે અમે અહી આજે એવા જ એક ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ. તમને વિશ્વાસ નહિ આવે કે, 50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. હા, આ વાત એકદમ સાચી છે. ઈઝરાયલને પણ રાજસ્થાનના 200 ખેડૂતોએ આ કરી બતાવ્યું છે, જે ઈઝરાયલ કરતાં પણ વધું કમાણી અને વધું ઉત્પાદન મેળવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, રાજસ્થાનના રણમાં જે જગ્યા પણ રેતીના ટેકરા હતા તે જગ્યા પર આ ફળદ્રુપ ખેતી થઈ રહી છે. રાજસ્થાનના ખેમારામ નામના ખેડૂત પાસેથી આ પ્રકારની ખેતીની પ્રેરણા લેવા માટે કચ્છના રણની કાંધી પર આવેલા બનાસકાંઠાના કેટલાંક ખેડૂતો ખેતી શિખવા ગયા હતા. તેઓ હવે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણાના કચ્છના રણના કિનારે આવેલા ખેતરો કે, જ્યાં કોઈ ઉપજ થતી નથી ત્યાં ઉપજ મેળવવા માટે આ નવી પદ્ધતિ અપનાવી રહ્યાં છે. બનાસકાંઠાના ખેડૂતોએ પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડ, લીલું ઘાસ, તળાવથી ખેતીની શરૂઆત કરી છે.

ઉતર ભારતમાં આવેલ રાજસ્થાનના જયપુર જીલ્લાનું એક નાનકડું ગામ ગુદા કુમાવતાનના તે ખેડૂત ખેમાંરાવ ચોધરી (45 વર્ષ) સારી એવી ખેતી કરી રહ્યા છે. ખેમારાવે ટેકનીક અને પોતાનીં બુદ્ધિનો એવો તાલમેલ કર્યો કે તે લાખો ખેડૂતો માટે ઉદાહરણ . આજનો તેનો નફો લાખો રૂપિયામાં છે. ખેમારામ ચોધરીએ ઇઝરાયલની વિચારધારા ઉપર થોડા વર્ષ પહેલા સંરક્ષિત ખેતી (પોલી હાઉસ) કરવાની શરૂઆત કરી હતી. આજે તેને જોઇને આજુ બાજુના લગભગ 200 પોલી હાઉસ બની ગયા છે, લોકો હવે આ વિસ્તારને મીની ઇઝરાયલના નામથી ઓળખે છે. ખેમારામ પોતાની ખેતીથી વર્ષના એક કરોડનું ટર્નઓવર લઈ રહ્યા છે.

60 લાખનું ખર્ચ અને કમાણી 6 ગણી
બનાસકાંઠાના ખેડૂતો 10 હજાર મીટર પોલી હાઉસ બનાવીને 60-65 લાખ સુધી કમાણી કરી રહ્યા છે.  પોલી હાઉસ દરમ્યાન સરકાર 50 ટકા સબસાડી પણ આપે છે. પોલી હાઉસ દ્વારા ભેજ અને ગરમી ઉપર પણ કંટ્રોલ કરી શકાય છે. માત્ર આટલો નાનો ખર્ચ કરીને 6 ગણી કમાણી થઈ શકે છે. પોલિ હાઉસ માટે 2 લાખ રૂપિયાનું ખર્ચ કરીને 12 લાખ સુધીની કમાણી કરી શકાય છે. છે. કાકડી અને કેન્ટાલૂપને ખૂબ જ સારો નફો મળે છે. તડબૂચ, કાકડી, ટિંડે અને ફૂલોની ખેતીમાં સારો નફો કરી રહ્યા છે.

3 એકરમાં 1 કરોડની ખેતી
ઈઝરાયલની ખેતી પદ્ધતીની શરૂઆત ખેમારામ ચૌધરીએ કરી હતી. ત્યારે તેઓ ગરીબ માણસ હતા આજે કરોડપતી બની ગયા છે. 3 એકરમાં રૂ.1 કરોડના ખીરા, ટમેટા જેવા શાકભાજી પકવે છે. રાજધાની જયપુરથી 35 કિ.મી. દૂર આવેલા ગામ ગુડા કુમાવતન અને આસપાસમાં ખેતી જોવા લાખો ખેડૂતો જાય છે. જે તેની જમીનની કિંમત કરતા પણ ઉત્પાદન વધું છે.

ચૌધરીને રાજસ્થાન સરકારે 2012માં ઈઝરાયલ ખેતી શિખવા માટે મોકલ્યા હતા. એવી ખેતી કરવા સરકારે 4 હજાર ચો.મીટર પોલીહાઉસ બનાવવા ગ્રાંટ આપી હતી. ચાર મહિનામાં 12 લાખ રૂપિયાની કાકડી પહેલા વર્ષે વેચી હતી. તુરંત બેંકની લોન ભરી દીધી હતી. 2019માં ત્રણ હેક્ટર જમીનમાં રૂ.1 કરોડનું ટર્નઓવર કરે છે. ઇઝરાઇલી મોડેલ પર ખેતી કરવાથી દસ ગણો નફો મેળવે છે.

શું છે પદ્ધતિ
હવે ગુડા કુમાવતનમાં 200 ખેડૂતો જમીન કે બંધના પાણી વગર ખેતી કરે છે. 200 પોલી હાઉસ બનાવેલા છે. આ ગામને હવે મીની ઈઝરાયલ તરીકે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો ઓળખે છે. આજે તેમની પાસે 7 પોલી હાઉસ છે, 2 તળાવ, 4 હજાર ચોરસ મીટરના ફેન  પેડ, 40 કેડબલ્યુ સોલર પેનલ્સ. 5 કિ.મી.ની આસપાસમાં આજે 200 જેટલા પોલી હાઉસ બનાવવામાં આવ્યા છે.

લીલા ઘાસનો પ્રયોગ
ટપક સિંચાઇ અને લીલા ઘાસની પદ્ધતિ ઉપયોગી છે. લીલા ઘાસની પદ્ધતિ પાકને હવામાન, નીંદણથી બચાવે છે. જે સારી ઉપજ આપે છે. તડબૂચ, કાકડી, ટીંડા અને ફૂલોની ખેતીમાં સારો નફો રળી લે છે.

વરસાદી પાણી ભેગું કરી 6 મહિના ખેતી
અડધા હેક્ટર જમીનમાં બે તળાવ બનાવ્યા છે, જેમાં વરસાદનું પાણી એકઠું થાય છે. આ પાણી છ મહિના સુધી સિંચાઈ કરી શકાય છે. પોલી હાઉસની છત પર માઇક્રો છંટકાવ કરી તાપમાનને નીચે રાખે છે. દસ ફૂટના ફુવારા પાકમાં ભેજ જાળવી રાખે છે.

ફેન પેડ
ફેન પેડ્સ (વાતાનુકુલિત) નો મતલબ એ થાય છે કે, જેઓ વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છે ત્યારે પાક લઈ શકે છે. તેની કિંમત ખૂબ વધારે છે, તેથી સામાન્ય ખેડૂત તેને લગાવવાની હિંમત ધરાવતા નથી. 10 હજાર ચોરસ મીટરમાં ફેન પેડ ખેમરામે લગાવેલા છે. 80 લાખનો ખર્ચમાં 10 હજાર ચોરસ મીટરમાં ફેન પેડ લગાવનાર ખેમારામે જણાવ્યું, “આખું વર્ષ તેના ઓક્સીજનમાં જેટલા તાપમાન ઉપર જે પાક લેવા માગો તે લઇ શકો છો,, હું શક્કર ટેટી અને કાકડી જ લઉં છું, તેની ઉપર ખર્ચ વધુ આવે છે પણ નફો ચાર ગણો થાય છે.

સોલાર પેનલથી વીજળી
સરકારી સબસિડીમાં 40 વોટની સોલર પેનલ લગાવી છે. સોલાર પેનલ્સ લગાવવાથી પાકને સમય સમય પર પાણી મળે છે. આની મદદથી ફેન પેડ પણ ચાલે છે. ફેન પેડ એકવાર તેના વાવેતર માટે નાણાં ખર્ચવામાં આવ્યા છે પરંતુ ઉપજમાં પણ અનેકગણો વધારો થયો છે જેનાથી સારો નફો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…