ઈસ્ટરના અવસરે પ્રધાનમંત્રી મોદીએ આપી શુભકામનાઓ, કોરોના સામે લડવા માટે કરી પ્રાર્થના

Share post

કોરોનાવાયરસ ના કારણે દુનિયામાં કોહરામ મચેલો છે. કોરોનાવાયરસ ના સંકટ સામે ઝઝૂમવા માટે દુનિયાના ઘણા દેશોમાં lockdown લાગ્યું છે. તેમજ ભારતમાં પણ કોરોના ને કારણે 21 દિવસોનું lockdown લાગુ છે.આ વચ્ચે આજે દેશ અને દુનિયામાં ઈસાઈ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર ઈસ્ટર મનાવવામાં આવી રહ્યો છે.

ઈસાઈ ધર્મની માન્યતાઓ અનુસાર ગુડ ફ્રાઇડેના ત્રીજા દિવસે ઈસુ મસીહ બીજી વખત જીવિત થયા હતા. ઈસુના પુનર્જીવિત થવાની ખુશીમાં ઈસ્ટર પર્વ મનાવવામાં આવે છે. ઈસ્ટરના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભકામના આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતાં લખ્યું કે આ ઈસ્ટરમાં આપણે કોરોનાવાયરસ ને સફળતાપૂર્વક હાર આપી શકે અને એક સ્વસ્થ ગ્રહ બનાવવાની શક્તિ પ્રદાન કરે.


Share post