પ્રધાનમંત્રી મોદીએ લોન્ચ કરેલ આ યોજનાથી ગુજરાતનાં ખેડૂતોમાં પથરાશે પ્રગતિનો નવો ઉજાસ -જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આવી જ એક યોજના અંગે જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોની માટે ખુબ લાભદાયક એવી ‘કિસાન સૂર્યોદન યોજના લૉન્ચ કરી છે. ગુજરાતના ખેડૂતોને દિવસ દરમ્યાન સંપૂર્ણ વર્ષ વીજળી મળી રહે તેવી કિસાન સૂર્યોદય યોજના કુલ 3 વર્ષ માટે અમલમાં મૂકવાની તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ યોજના હેઠળ સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક સમય એવો હતો કે, જ્યારે ખેડૂતોને રાત્રિના અંધકારમાં ખેતરોમાં જવું પડતું હતું, ત્યારે રાત્રિ દરમિયાન જ વીજળી મળતી જેને કારણે પિયત માટે જંગલી પશુઓના ભયની વચ્ચે ખેડૂતોને જવા માટે મજબૂર થવું પડતું હતું. અહીં નોંધનીય છે કે, ભાજપ સરકાર દ્વારા નિર્ણય લઈને ખેડૂતલક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ યોજનાથી ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી વીજળી મળી રહે. આની માટે જ ગુજરાતમાં કુલ 3,500 કરોડના ખર્ચે આ યોજના લાગૂ કરવામાં આવી છે.
કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોના જીવનમાં લાવશે નવી સવાર :
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં ફક્ત નવી સવાર નહી લાવે, પરંતુ એમના માટે સુખ-સમૃદ્ધી પણ લાવશે. ખેડૂતોની આવક બમણી કરવા તેમજ ખુબ ઓછા ખર્ચે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ, જુનાગઢ તેમજ ગીર-સોમનાથના કુલ 1,570 ગામના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવામાં આવશે. અહીં નોંધપાત્ર છે કે, વર્ષ 2022ના અંત સુધીમાં કુલ 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમાં 100 ગીગાવોટ સૌર ઊર્જા અને કુલ 75 ગીગાવોટ 75,000 મેગાવોટ પવન ઊર્જાનો સમાવેશ થાય છે.
જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોને વન્યપ્રાણીઓનાં ભયમાંથી મળશે મુક્તિ :
ખેડૂતોને રાત્રિના વીજ પાવર આવતો હોવાને લીધે ખેતરમાં પાણી વાળવા માટે સિંહ દીપડાના ડર નીચે જાગવું પડતું હતું. ઘણીવાર સિંહ-દીપડાઓના હુમલાની ઘટનામાં ખેડૂતો ઇજાગ્રસ્ત થયા છે તો ઘણા ખેડૂતોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હવેથી આવું નહીં બને. કારણ કે, સૂર્યોદય યોજના હેઠળ ગીર-સોમનાથ, જુનાગઢ તથા અમરેલી જિલ્લાના 369 ગામડાઓમાં કુલ 75,000 જેટલાં ખેડૂતોને આ યોજના હેઠળ પહેલાં તબક્કામાં સમાવેશ કરવામાં આવતા હવે ખેડૂતોને રાત્રિને બદલે દિવસે વીજ પાવર આવવાથી પાણીની બચત થશે.
આ યોજના પૂર્ણ થતા લાખો ખેડૂતોની રોજીંદા જીવનમાં મોટો બદલાવ આવશે. ગુજરાતે જ્યોતિગ્રામ યોજના દ્વારા 24 કલાક વીજળી પુરી પાડવાનુ શરૂ કર્યુ હતું. હવે ‘કિસાન સૂર્યોદય યોજના’ મારફતે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પાડવામાં આવશે. જેને કારણે રાતનાં ઉજાગરાં કરીને હવે ખેડૂતોને ખેતીકામ કરવું પડશે નહી. ગુજરાતના તમામ ખેડૂતોને માત્ર 3 વર્ષમાં આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય તેવા લક્ષ્યની સાથે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…