PM કિસાન યોજનામાં થયો 110 કરોડના કૌભાંડનો પર્દાફાશ- એકસાથે આટલા અધિકારીઓની હકાલપટ્ટી…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. પ્રજા તેમજ ખેડુતોનાં હિત માટે મોદી સરકાર દ્વારા ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આમાંની એક છે, PM કિસાન યોજના. આ યોજના દ્વારા ખેડૂતને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. હાલમાં આ યોજનાને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. તમિલનાડુ સરકારે ગરીબોને લાભ પહોંચાડતી PM કિસાન યોજનામાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાસ કર્યો છે.
તમિલનાડુ સરકારે દગાખોરી કરીને કુલ 110 કરોડ રૂપિયાથી વધારે ચૂકવણી ઓનલાઈન કરવામાં આવી છે. આ કૌભાંડ સરકારી અધિકારીઓ તેમજ અમુક સ્થાનિક રાજકીય નેતાઓની મદદથી કરવામાં આવ્યું હતું.તમિલનાડુનાં પ્રમુખ સચિવ ગગનદીપ સિંહ બેદીએ જણાવતાં કહ્યું કે, ઓગસ્ટ માસમાં નાટકીય રીતે કેટલાંક લોકોને આ યોજનાની સાથે જોડવામાં આવ્યા હતાં. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૃષિ વિભાગનાં અધિકારીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તથા કેટલાંક લાભાર્થીને ગેરકાયદેસર રીતે જોડવામાં આવ્યા હતા.
આ મોડસ ઓપરેન્ડીમાં સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારી અધિકારીઓ લાભાર્થીને જોડતાં દલાલોને લોગીન તથા પાસવર્ડ આપતાં હતાં તેમજ એમને નવા લાભાર્થી બનાવવા માટે કુલ 2,000 રૂપિયા પણ આપવામાં આવતા હતાં.પ્રમુખ સચિવ ગગનદીપ સિંહ બેદીએ જણાવતાં કહ્યું હતું કે, કૃષિ યોજનાની સાથે જોડાયેલ કુલ 80 અધિકારીઓ તેમજ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યા છે તથા કુલ 34 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. દલાલ તથા એજન્ટ તરીકે ઓળખ કરાયેલ કુલ 18 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
સરકારે કુલ 110 કરોડ રૂપિયામાંથી કુલ 32 કરોડની વસુલી પણ કરી લીધી છે.તમિલનાડુ સરકારનો દાવો છે કે, બાકી રહેતાં પૈસા કુલ 40 દિવસમાં પાછાં આવી જશે. કલ્લાકુરિચી, વિલ્લુપુરમ, તિરુવન્નમલાઈ, વેલ્લોર, રાનીપેટ, સલેમ, ધર્મપુરી, કૃષ્માગિરી તથા ચેંગલપેટ જિલ્લા એવા છે કે, જ્યાં આ કૌભાંડ થયેલાં છે. ઘણાં નવા લાભાર્થીઓ આ યોજનાથી અજાણ હતાં.
ઓગસ્ટ માસનાં અંતિમ સપ્તાહમાં PM કિસાન યોજના હેઠળ નાણાંના વિતરણમાં ભ્રષ્ટાચારને લીધે કાલાકુરિચીમાં કુલ 2 સીનિયર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યોજનામાં જે ખેડૂતો ન હતાં એમને પણ લાભ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ કૌભાંડનો પર્દાફાસ થયો છે. કુલ 2 સીનિયર અધિકારી અમુધા તેમજ રાજેસકરન સહિત કુલ 15 બીજા સભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…