કેન્દ્ર સરકારે 3.71 કરોડ ખેડૂતોના ખાતામાં નાખ્યા 12 હજાર રૂપિયા- તમને મળ્યા કે નહિ, આ રીતે કરો ચેક…

Share post

વિપક્ષ અને ઘણાં ખેડૂત સંગઠનો કૃષિ બિલ(2020)ને લઈને ઘેરાયેલ મોદી સરકારને ખેડૂત વિરોધી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશનાં કુલ 3 કરોડ 71 લાખ ખેડૂતો રહેલાં છે. જેમના બેંક ખાતામાં અત્યાર સુધીમાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ 12,000ની રકમ જમા કરવામાં આવી છે. આ એવા ખેડૂત છે કે, જેમને યોજનાની શરૂઆતથી લાભ મળી રહ્યો છે તેમજ રેકોર્ડમાં કોઈ ખામી રહી નથી. જ્યારે એના કુલ લાભાર્થીઓ 11 કરોડને પણ પાર પહોચી ગયાં છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 93,000 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

મમતા બેનર્જીની આગેવાની હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે રાજકીય કારણોસર આજ સુધી આ યોજના અમલમાં મૂકી કરી નથી. જેને લીધે એક પણ ખેડૂતને લાભ મળ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ પશ્ચિમ બંગાળના કુલ 12 લાખ ખેડૂતોએ આ યોજના અંતર્ગત અરજી કરવામાં આવી છે પણ મોદી સરકાર ઇચ્છે તો પણ પૈસા મોકલવામાં અસમર્થ છે. જ્યારે કુલ 71 લાખ ખેડૂત પરિવારો છે. બીજા બધાં રાજ્યોએ આ યોજના અંતર્ગત એમના ખેડૂતોને પૂરતા નાણાં પૂરા પાડવાનો પ્રયત્ન કર્યો છે.

જેનો સૌથી વધુ લાભ રાજ્યોને થયો હતો :
બધાં જ કૃષિ નિષ્ણાતોનો અભિપ્રાય રહેલો છે કે, ખેડૂતોને સીધી સહાયતાની સાથે એમની આર્થિક સ્થિતિ સુધરી શકે છે. ડિસેમ્બર વર્ષ 2018 માં મોદી સરકારે આ દિશામાં એક પગલું ભર્યું હતું. જેની હેઠળ બધાં જ ખેડૂતોને વાર્ષિક કુલ 6,000 રૂપિયા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત કુલ 3.75 કરોડ ખેડૂતોને મહત્તમ કુલ 12,000 રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં ભાજપ તથા કોંગ્રેસ શાસિત રાજ્યો પણ શામેલ છે.

સૌથી વધુ લાભ લેનાર 10 રાજ્યોનાં નામ :

ઉત્તર પ્રદેશ: કુલ 1,11,60,403 લાભાર્થીઓ (ભાજપ શાસિત)
મહારાષ્ટ્ર: કુલ 35,59,087 લાભાર્થીઓ (શિવસેના-NCP-કોંગ્રેસ)
આંધ્રપ્રદેશ: કુલ 31,15,471 લાભાર્થીઓ (YSR કોંગ્રેસ શા)

ગુજરાત: કુલ 29,02,483 લાભાર્થીઓ (ભાજપ શાસિત)
તામિલનાડુ: કુલ 25,94,512 લાભાર્થીઓ (AIADMK)
રાજસ્થાન: કુલ 24,77,975 લાભાર્થીઓ (કોંગ્રેસ શાસિત)

તેલંગાણા: કુલ 24,22,519 લાભાર્થીઓ (TRS શાસિત)
કેરળ: કુલ 23,65,414 લાભાર્થીઓ (CPIM દ્વારા શાસિત)
પંજાબ: કુલ 11,88,202 લાભાર્થીઓ (કોંગ્રેસ શાસિત)
હરિયાણા: કુલ 10,66,730 લાભાર્થીઓ (ભાજપ શાસિત)

આ રીતે પહોચે છે ખેડૂતોની પાસે રકમ :
આ કુલ 100% કેન્દ્રિય ભંડોળ યોજના છે પણ કૃષિ એ રાજ્યનો વિષય છે. આને કારણે રાજ્ય સરકાર ખેડૂતોના રેકોર્ડની ચકાસણી નહીં કરે ત્યાં સુધી લાભ પ્રાપ્ત થઈ શકશે નહીં.જ્યારે ખેડૂત આ યોજના હેઠળ અરજી કરે છે ત્યારે એણે મહેસૂલ રેકોર્ડ, આધાર નંબર તથા બેંકનો ખાતા નંબર આપવો પડશે. રાજ્ય સરકાર દ્વારા આ ડેટાની ચકાસણી કરવામાં આવે છે.

કેટલાંક લોકો જેમના ડેટાની ચકાસણી થાય છે. રાજ્ય સરકાર એમની ભંડોળ ટ્રાન્સફર વિનંતિ પેદા કરે છે તેમજ એને કેન્દ્રમાં મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ વિનંતીને આધારે રાજ્ય સરકારનાં બેંક ખાતામાં એટલા પૈસા મોકલે છે ત્યારે રાજ્ય સરકારનાં ખાતા દ્વારા નાણાં ખેડૂતો સુધી પહોંચે છે. પશ્ચિમ બંગાળ સરકારે હજુ સુધી એક પણ ખેડૂતનાં ડેટાની ચકાસણી કરવામાં આવતી નથી તેમજ સરકારને મોકલી આપવામાં આવી છે. જેથી, તકનીકી રીતે આ મામલો અટવાઈ ગયો છે અને અરજી કર્યા બાદ પણ રકમ મોકલવામાં આવતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post