ખેતર પિતા અથવા દાદાના નામે હશે, તો ખેડૂતોને આ સરકારી યોજનાનો લાભ નહિ મળે- જાણો જલ્દી

Share post

ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ‘કિસાન સન્માન નિધિ’ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, પણ આ યોજનાનો લાભ 1 ડિસેમ્બર વર્ષ 2018 થી ખેડુતોને મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 હપ્તા ખેડૂતોનાં બેંક ખાતામાં આવી પણ ચૂક્યા છે. આ યોજના અમલમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં કુલ 12,000 રૂપિયા ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર પણ થયા છે.

‘કિસાન સન્માન નિધિ’ યોજનાની માટે કેન્દ્ર સરકાર કુલ 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આની અંતર્ગત લાભાર્થીને કુલ 3 સમાન હપ્તામાં વાર્ષિક કુલ 6,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે. આ યોજનાનાં તમામ લાભાર્થી ખેડૂતને હપ્તામાં કુલ 2,000 રૂપિયા પણ આપવામ આવે છે.

મોદી સરકારનું કહેવું છે, કે ‘કિસાન સન્માન નિધિ’ એ ખેડૂતોને એમની કૃષિ જરૂરિયાતોને પૂરી કરવામાં અને તેમનાં પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવામાં મદદ કરી છે. ‘PM-કિસાન યોજના’ હેઠળ નાણાં સીધા આધાર કાર્ડની સાથે જોડાયેલ લાભાર્થીનાં બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે.

આની અંતર્ગત કુલ 2 હેક્ટર સુધીની જમીન ધરાવતાં ખેડૂતનાં પરિવારોને દર વર્ષે કુલ 6,000 રૂપિયાનાં દરે સહાય પણ આપવામાં આવી રહી છે. ફક્ત એ જ ખેડુતો કે જેમની પાસે કુલ 2 હેક્ટર તેમજ તેથી ઓછી જમીન રહેલી છે. તે આ સરકારી ‘કિસાન સન્માન નિધિ યોજના’ નો લાભ મેળવી શકશે. આ અંતર્ગત આવતાં કુલ 5 વર્ષ સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારની યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીને કુલ 6,000 રૂપિયા પણ આપવામાં આવશે.

‘PM કિસાન સન્માન નિધિ’ મેળવવાં માટે ખેડૂતનાં નામે ખેતર હોવું ખુબ જ જરૂરી છે. જો ખેતીલાયક જમીન ખેડૂતનાં નામે ન હોય તો એમને આ લાભ નહીં મળે. આટલું જ નહીં પરંતુ જો જમીન દાદા તેમજ ખેડૂતનાં પિતાનાં નામે હશે, તો યોજનાનો લાભ પણ મળશે નહીં.

આની સિવાય સૌથી મહત્વની વાત તો એ છે, કે જો તમારા નામે ખેતીલાયક જમીન હોય તો. પણ જો તમે સરકારી કર્મચારી છો અથવા નિવૃત્ત છો, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. આની સાથે જ જો કોઈની પાસે ખેતીની માટે જમીન છે અને તેને કુલ 10,000 રૂપિયા માસિક પેન્શન મળે છે, તો આવા લોકોને યોજનાનો લાભ નહીં મળે.

આની સિવાય રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને આર્કિટેક્ટ અને તેમના પરિવારના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહી. બીજી બાજુ, જો ખેડૂત નોંધાયેલ ખેતીલાયક જમીનમાં બીજા કેટલાક કામ કરી રહ્યું છે, તો ‘PM કિસાન સન્માન નિધિ’ નો લાભ પણ મળશે નહીં.

આ યોજનાનો લાભ લેતાં ખેડૂત ‘કિસાન સન્માન નિધિ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી માટે અરજી કરી શકશે. ઘણા વૃદ્ધ ખેડુતોનું માનવું છે, કે આ યોજના લોન માફી યોજના કરતા ખુબ જ સારી છે તેમજ તેઓ તેનો ઉપયોગ બીજ, પેચિંગ અથવા ખાતરને ખરીદવા માટે કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post