કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા ખેડૂતોને મળી રહ્યા છે 15 લાખ રૂપિયા

Share post

હાલમાં સમગ્ર દેશમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને ખુબ જ નુકસાન થયું છે. આવા કપરાં સમયમાં મોદી સરકાર દ્વારા અવારનવાર સહાય આપવાની જાહેરાત કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક સહાય યોજનાને લઈ એક જાણકારી સામે આવી રહી છે. દેશનાં તમામ ખેડુતોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન FPO યોજનાની (PM Kisan FPO Yojana)શરૂઆત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ FPO(Farmer Producer Organization-ખેડૂત ઉત્પાદક સંગઠન) ને કુલ 15 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ દેશના ખેડુતોને ઘણા લાભ આપવામાં આવશે. આ યોજનામાં ખેડૂતોને ખેતીમાં વ્યવસાયની જેમ લાભ મળશે. આનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કુલ 11 ખેડુતોએ પોતાની કૃષિ કંપની (Agricultural Company)અથવા તો સંસ્થા (Organisation)બનાવવી પડશે.

FPO શું છે ?
FPO એટલે કે, ખેડુતોનું એક ગ્રુપ જે કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ હોય છે તથા ઉગાડનારના લાભ માટે કામ કરે છે. ઓછામાં ઓછા કુલ 11 ખેડૂતોએ સાથે મળીને પોતાની કૃષિ કંપની સ્થાપિત કરવી ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકાર આ સંસ્થાઓને કુલ 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ખેડુતોને કોઈપણ વ્યવસાયની જેમ ખેતીમાં લાભ થાય તે માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

PM કિસાન FPOની સંપૂર્ણ માહિતી :
આ કેન્દ્ર સરકારની યોજના છે. જેનો અર્થ થાય છે કે, દેશના કોઈપણ રાજ્યના ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુલ 11 જેટલા ખેડુતોએ પોતાની સંસ્થા બનાવવી પડશે. જો આ 11 ખેડૂતો સંગઠન મેદાન વિસ્તાર(plain area)માં કાર્ય કરે છે તો તેઓએ ઓછામાં ઓછા કુલ 300 ખેડૂતોને એમની સાથે જોડાવું પડશે. જ્યારે ડુંગરાળ પ્રદેશ(hilly Area)ની સંસ્થાએ એમની સાથે 100 ખેડૂતોને જોડવા પડશે.

આ સંસ્થાની સાથે સંકળાયેલા ખેડુતોની માટે ખાતર (fertilizer), બીજ (seeds), દવાઓ (medicines)તથા કૃષિ યંત્રોની (Agricultural Equipment)ખરીદી કરવાનું ખૂબ જ સરળ બની જશે. કેન્દ્ર સરકાર આ યોજના પર વર્ષ 2024 સુધીમાં કુલ 6,865 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા તમામ FPO એટલે કે, ખેડૂત સંગઠનને કુલ 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ રકમ 3 વર્ષમાં આપવામાં આવશે. એનો સૌથી મોટોલાભ એ થશે કે, ખેડુતોને મધ્યસ્થીથી મુક્ત કરી દેવામાં આવશે.

આ રીતે કરો આવેદન :
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ થોડી વધારે રાહ જોવી પડશે. કારણ કે, સરકાર દ્વારા હજુ નોંધણી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી નથી. આ યોજના (Application Process) ની અરજી પ્રક્રિયાની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક સૂચના મારફતે ખેડૂતોને જાણ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post