રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને કેટલાય પાકોનું વાવેતર નિષ્ફળ- જાણો વિગતવાર

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અતિભારે વરસાદને કારણે ઘણાં ખેડૂતોને નુકશાન થયું એવાં સમાચાર સામે આવતાં હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.તાલાલા તાલુકામાં આવેલ ગીરની જંગલની બોર્ડર પર આવેલ ચિત્રાવડ ગીર, સાંગોફા ગીર, હીરણવેલ ગીર તથા હરીપુર ગીર ગામમાં વ્યાપક માત્રામાં પડેલ અતિભારે વરસાદને લીધે  મગફળી-સોયાબીન-તુવેર સહિત ઘણાં ખરીફ પાકને વ્યાપક માત્રામાં નુકસાન થયું હોય, ચારેય ગામનાં ઘણાં ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન થયું હોય, દયાજનક પરીસ્થિતિમાં મુકાયેલાં કુલ 4 ગામનાં ખેડૂતોને આર્થિક પાયમાલમાંથી ઉગારવો તરત ખરીફ પાકનું નાશ પામેલ વાવેતરનું સર્વે કરાવવા ચિત્રાવડ ગીર ગામમાં આવેલ સહકારી મંડળીનાં હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે.

અતિભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા જવાને કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ કુલ 4 ગામનાં ખરીફ પાકને ફૂગ લાગી હતી. ગીરનાં જંગલમાં આવેલ બોર્ડર પર સાવ છેવાડે આવેલાં કુલ 4 ગામનાં ખેડૂતોએ આ વર્ષે મગફળી, સોયાબીન, તુવેર સહિત ઘણાં પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરેલ છે.

જેમાં કુલ 80%  વિસ્તારમાં  મગફળીનું વાવેતર થયું હતું. આ વિસ્તારમાં માત્ર 1 મહિના આવેલ અતિભારે વરસાદને લીધે ખેડૂતોનાં ખેતર પાણીથી ભરાઈ ગયા છે. આને પરિણામે ખરીફ પાકને ફુગ લાગી ગયેલ છે તથા મગફળી પીળી થવાં લાગી છે. જેને લીધે કુલ 4 ગામનાં ખરીફ વાવેતરને અકલ્પનીય નુકસાન થયું હોય, અતિભારે વરસાદ તથા અતિવૃષ્ટિને લીધે ખેડૂતોને થયેલ નુકસાનનું તરત જ સર્વે કરાવવી.

આર્થિક સહાય ચુકવવા માટે ચિત્રાવડગીર સહકારી મંડળીનાં હોદ્દેદારોએ માંગણી કરી છે.  તાલાલા પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિને લીધે ઘણું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું, કે ગીરનાં ઘણાં ગામડામાં હજુ આજે પણ વરસાદને કારણે પાણી ખેતરોમાં ભરાયેલાં છે. આ પાણી ક્યારે સુકાશે ? એ કહી શકાય એમ નથી. અતિવૃષ્ટિને લીધે પાકની સ્થિતિ ઘણી ચિંતાજનક બની છે ત્યારે આ વિસ્તારનાં ખરીફ પાકને થયેલ નુકસાનીનો વહેલાસર સર્વે કરાવવામાં આવે એ જરૂરી હોવાની લાગણી દર્શાવવામાં આવી રહી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post