‘શ્રેષ્ઠ પશુપાલક’ એવોર્ડથી સન્માનિત થયેલા પીયુષ પટેલ 72 ભેંસનાં ઉછેરની સાથે કરી રહ્યાં છે દરરોજ ૩૪૦ લીટર દૂધનું ઉત્પાદન

Share post

ખેડૂતોની જેમ જ પશુપાલકો કમાણી કરી રહ્યાં છે. મહિલાઓની સાથે જ પુરુષો પણ પશુપાલનમાંથી ઉંચી કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર સફળ પશુપાલકોને લઈ કેટલાંક સમાચાર સામે આવતા રહેતાં હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ અડાજણ વિસ્તારના પીયુષ જસવંત પટેલને સારી ભેંસ રાખવાં બદલ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એમને સમગ્ર રાજ્યમાં દ્રિતીય ક્રમ પર એમને 11 સપ્ટેમ્બર વર્ષ 2017ના દિવસે ઈનામ આપવામાં આવ્યું હતું.

તેઓ હાલમાં દરરોજનું કુલ 340 લિટર ભેંસનું દૂધ ઉત્પાદન કરી રહ્યાં છે.  અનટચ દૂધ તેઓ મેળવે છે. ભેંસને હાથથી નહીં પરંતુ મશીનથી જ દોહે છે. આની માટે આધુનિક સાધનો મીલ્કીંગ પાર્લરનો ઉપયોગ કરીને દૂધને સ્વચ્છ રાખે છે. હાલમાં એમની પાસે કુલ 72 ભેંસ તેમજ કુલ 4 ગાય છે. ભેંસોને નહાવાનું ખુબ ગમતું હોવાથી એમને દરરોજ 3 વખત પાણીના ફૂવારાથી નવડાવવામાં આવે છે. વર્ષ 2015થી એમણે કુલ 18 ભેંસ રાખીને પશુપાલનનાં ધંધાની શરૂઆત કરી હતી.

હાલમાં કુલ 72 ભેંસ તથા કુલ 4 ગાયનો ઉછેર કરી રહ્યાં છે. વર્ષ 2016-17માં દુધમાંથી કુલ 44.54 લાખની કમાણી કરી હતી. જેમાં કુલ 37.14 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એમણે ચોખ્ખો નફો કુલ 7.40 લાખ રૂપિયા મળ્યો હતો. એમણે આધુનિક તબેલો તૈયાર કર્યો છે. જેમાં ગોબર ગેસ પ્લાંટ તથા સોલાર એનર્જી પ્લાંટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. મિનરલ મિક્ષ્ચરનો પણ ઉપયોગ કરી રહ્યાં છે.

તેઓ સહકારી ડેરીમાં દૂધ આપતાં નથી. કારણ કે, સહકારી ડેરી એમના તબેલા પરથી સુમુલ દૂધ લઈ જતી નથી. જ્યારે એક ખાનગી ડેરીને તેઓ દૂધ આપે છે જે તેના ફાર્મ પરથી લઈ જાય છે. માત્ર 1 લિટર દૂધનો ભાવ કુલ 53 રૂપિયા મળી રહે છે. બન્ને ડેરીનાં ભાવ એકસમાન જ છે. એમની પાસે ખેતીની કુલ 5 હેક્ટર જમીન છે પરંતુ માત્ર 3 વર્ષમાં જ તેઓ દૂધ ઉત્પાદનમાં ખુબ આગળ નિકળી ગયા છે તેમજ રાજ્ય કક્ષાએ બીજા નંબરે તેઓ રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post